Petrol-Diesel પર Nitin Gadkari નો મોટો સંકેત! જાણો શું કરવાની છે સરકાર?
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesle Price) સતત વધી રહ્યા છે. સરકારને પણ તેનો અહેસાસ છે, પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારની રાહતની વાત કરવામાં આવી નથી. પરંતુ વાત હવે એવી થઈ રહી છે કે, પેટ્રોલ ડીઝલની જગ્યાએ અન્ય ઈધણ કેવીરીતે યૂઝમાં લાવી શકાય
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesle Price) સતત વધી રહ્યા છે. સરકારને પણ તેનો અહેસાસ છે, પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારની રાહતની વાત કરવામાં આવી નથી. પરંતુ વાત હવે એવી થઈ રહી છે કે, પેટ્રોલ ડીઝલની જગ્યાએ અન્ય ઈધણ કેવીરીતે યૂઝમાં લાવી શકાય. દેશમાં ઇલેક્ટ્રિક કાર આવી તો રહી છે, પરંતુ હજુ તે સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકી નથી.
દેશને હવે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ જોઇએ
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અંગે માર્ગ અને પરિવહન મંત્રી (Union Minister for Road Transport & Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે, હું સૂચન કરું છું કે, આ તે સમય છે જ્યારે દેશને વૈકલ્પિક બળતણ તરફ આગળ વધવું જોઇએ. હું પહેલાથી જ ઈંધણ તરીકે વીજળીનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યો છું, કારણ કે, ભારતમાં સરપ્લસ વીજળી છે.
'81 ટકા લિથિયમ આયન બેટરી ભારતમાં બનાવાય છે'
નીતિન ગડકરી કહે છે કે 'હાલમાં અમે ભારતમાં 81 ટકા લિથિયમ આયન-બેટરી (Lithium ion-battery) બનાવી રહ્યા છીએ. આજે, મારા મંત્રાલયે લિથિયમ આયનના વિકલ્પને લઇને પહેલ પણ કરી છે. તમામ સંબંધિત લેબ્સ રિસર્ચમાં જોડાઈ છે. મંત્રાલય હવે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પણ વિકસાવી રહ્યું છે. તેમણે કહ્યું કે 'અમે હાલમાં Fossil Fuels (પેટ્રોલિયમ, કોલસો, નેચરલ ગેસ, ઓઈલ શેલ) નો વિકલ્પ તૈયાર કરી રહ્યા છીએ. જે આ સમયે દેશ માટે ખૂબ મહત્વનું છે'.
My suggestion is that this is the time for the country to go for alternative fuel. I'm already propagating electricity as a fuel because India has surplus electricity: Union Minister Nitin Gadkari on increasing fuel prices pic.twitter.com/XWJ8VITzmp
— ANI (@ANI) February 16, 2021
'અમે 70 ટકા ઈંધણ ઇમ્પોર્ટ કરીએ છે'
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સમસ્યા એ છે કે, વિશ્વ બજારમાં Fossil Fuels ની કિંમત ઘણી વધી ગઈ છે, અને ભારત 70 ટકા આ ઈંધણ ઇમ્પોર્ટ કરે છે. આ સમયે દેશ 8 લાખ કરોડનું Fossil Fuels ઇમ્પોર્ટ કરે છે. ગડકરીએ જણાવ્યું કે, તેમણે હાલમાં જ બાયો-CNG થી ચાલતા ટ્રેક્ટર લોન્ચ કર્યા છે. આ બળતણ પરાલી, શેરડીનો કૂચામાંથી બનાવવામાં આવે છે.
પેટ્રોલ પહોંચ્યું 100 રૂપિયાને પાર
પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત નવમાં દિવસે વધી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100 રૂપિયાને પરા કરી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ અત્યારે 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘુ થઇ 89.54 રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભાવ છે. ડીઝલ પણ 80 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
દિલ્હીમાં સૌથી મોંઘુ ડીઝલ ગત વર્ષે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વેચાયું હતું, ત્યારે ભાવ 81.94 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલનો દર 80.43 રૂપિયા પ્રિત લિટર હતો. એટલે કે તે સમયે પેટ્રોલથી મોંઘું ડીઝલ વેચાયું હતું. મેટ્રો શહેરોમાં સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં વેચવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રતિ લિટર ભાવ 96 રૂપિયા છે. જ્યારે ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લિટર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે