અટલ બિહારી વાજપેયીની જયંતિ પર PM મોદીએ શેર કર્યો VIDEO સંદેશ, તમે પણ સાંભળો

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે આપણા બધાના પ્રિય, પૂર્વ વડાપ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જયંતિ પર શત-શત નમન. પીએમ નરેંદ્ર મોદીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવતાં 2.11 મિનિટનો એક વીડિયો શેર કર્યો, જેને અત્યાર સુધી 32.1 હજાર લોકો જોઇ ચૂક્યા છે. 
અટલ બિહારી વાજપેયીની જયંતિ પર PM મોદીએ શેર કર્યો VIDEO સંદેશ, તમે પણ સાંભળો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે આપણા બધાના પ્રિય, પૂર્વ વડાપ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જયંતિ પર શત-શત નમન. પીએમ નરેંદ્ર મોદીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવતાં 2.11 મિનિટનો એક વીડિયો શેર કર્યો, જેને અત્યાર સુધી 32.1 હજાર લોકો જોઇ ચૂક્યા છે. 

'આજે ભારત રત્ન તથા પૂર્વ વડાપ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારે ભૂલશે નહી. તેમના નેતૃત્વમાં આપણને પરમાણુ શક્તિમાં પણ દેશનું માથું ઉંચું કર્યું. પાર્ટી નેતા હોય, સંસદ સભ્ય, મંતી હોય કે પછી વડાપ્રધાન હોય. અટજીએ પ્રત્યેકની ભૂમિકામાં એક આદર્શને પ્રતિષ્ઠિત કર્યા. અટલજીની વાણી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો અવાજ ન હતો. અટલજી બોલે છે તેનો અર્થ એ કે દેશ બોલી રહ્યો છે, અટલજી બોલી રહ્યા છે એટલે કે દેશ સાંભળી રહ્યો અછે. અટલજી બોલી રહ્યા છે તેનો અર્થ કે પોતાની ભાવનાઓને નહી, દેશન જન-જનની ભાવનાને સમેટીઓને તેમને અભિવ્યક્તિ આપી રહ્યા છે અને તેને ફક્ત લોકોને આકર્ષિત કર્યા, પ્રભાવિત કર્યા એટલું જ નહી... લોકોના મનમાં વિશ્વાસ પેદા થયો.'

તેમણે આગળ કહ્યું કે 'આ વિશ્વાસ શબ્દ સમૂહથી નહી, તેમની પાછળ એક 5-6 દાયકાના જીવનની લાંબી સાધના હતી અને જ્યારે દેશહિતની જરૂર હતી, લોકતંત્ર મોટું કે મારું સંગઠન મોટું, લોકતંત્ર મોટું કે મારું તંત્ર મોટું, લોકતંત્ર કે પછી નેતૃત્વ મોટું... તેની કસોટીનો સમય આવ્યો, તો આ દીર્ધદ્વષ્ટા નેતૃત્વનું સામર્થ હતું, તેણે લોકતંત્રને પ્રાથમિકતા આપી, પક્ષને આભૂત કરી દીધો. મને વિશ્વાસ છે કે અટલજીનું જીવન આવનારી પેઢીઓને, સાર્વજનિક જીવન માટે, વ્યક્તિગત જીવન માટે, રાષ્ટ્ર જીવન માટે, સમર્પણ માટે, વન લાફ વન મિશન કેવી રીતે કામ કરવામાં આવે છે, તેના માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે. 

Tributes to Atal Ji on his Jayanti. We reiterate our commitment towards creating the India he dreamt of. pic.twitter.com/CnD1NtQCWp

— Narendra Modi (@narendramodi) December 25, 2018

તમને જણાવી દઇએ કે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની આજે (25 ડિસેમ્બર)ના રોજ 94મી જયંતિ છે. અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નિધન લાંબી બિમારી બાદ આ વર્ષે 16 ઓગસ્ટના રોજ થયું હતું. અટલજીની ભાષન શૈલીના લોકો દિવાના હતા અને તેમની આ શૈલીનો વિરોધી પણ સન્માન કરતા હતા. અટલજીએ પોતાની રાજકીય કુશળતાથી ભાજપને દેશમાં ટોચના રાજકીય સ્થાન પર પહોંચાડ્યું હતું. તેમણે ભારતને પરમાણુ શક્તિ બનાવ્યો. તેમણે ભારતીય રાજકારણમાં કાયમી ગઠબંધનના રાજકારણની શરૂઅત કરવા માટે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિચારધારામાં ઉછરેલા અટલ બિહારીને રાજકારણમાં ઉદારવાદ, સમતા અને સમાનતાના સમર્થક તરીકે પણ યાદ કરવામાં આવે છે. અંતિમ સમયમાં બિમારીના લીધે તે સાર્વજનિક જીવનથી દૂર જતા રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news