Multibagger Stocks : આ બેન્કિંગ સ્ટોકે 1 વર્ષમાં આપ્યું 130% રિટર્ન, ડબલ કરી દીધા ઈન્વેસ્ટરોના પૈસા

Dhanlaxmi Bank Share : શેર બજારમાં એવી ઘણી કંપની છે, જેણે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. આવી એક બેન્કિંગ કંપની ધનલક્ષ્મી બેન્ક છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને સારો નફો કરાવ્યો છે. 

Multibagger Stocks : આ બેન્કિંગ સ્ટોકે 1 વર્ષમાં આપ્યું 130% રિટર્ન, ડબલ કરી દીધા ઈન્વેસ્ટરોના પૈસા

નવી દિલ્હીઃ ધનલક્ષ્મી બેન્ક લિમિટેડ (Dhanlaxmi Bank)એ છેલ્લા એક વર્ષમાં શેર ધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરની કિંમત 3 ઓક્ટોબર, 2022ના 12.15 રૂપિયાથી વધી 3 ઓક્ટોબર 2023ના 31.65 રૂપિયા થઈ ગઈ છે. આ એક વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં 130 ટકાથી વધુનો ગ્રોથ છે. એક વર્ષ પહેલા આ કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 2.30 લાખ રૂપિયા હોત.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (Q1FY24)માં કંપનીએ પોતાના શુદ્ધ લાભમાં 93.39% નો ગ્રોથ નોંધ્યો છે. આ પાછલા વર્ષના સમય ક્વાર્ટરના 26.43 કરોડ રૂપિયાના નુકસાનની તુલનામાં 28.30 કરોડ રૂપિયા હતો. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 44.16 ટકા વધી 341.40 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પાછલા વર્ષના આ ક્વાર્ટરમાં તે 236.82 કરોડ રૂપિયા હતી. કંપની વર્તમાનમાં 7.71 x ના TTM PE પર કારોબાર કરી રહી છે, જ્યારે ઈન્ડસ્ટ્રી PE 14.8 x છે.

ધનલક્ષ્મી બેન્ક લમિટેડને 1927માં ત્રિશૂર, કેરલમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કંપની દક્ષિણી રાજ્યોમાં રિટેલ બેન્કિં, કોર્પોરેટ બેન્કિંગ અને ટ્રેઝરી સંચાલન સહિત બેન્કિંગ અને નાણાકીય સેવાઓની એક વિસ્તૃત સિરીઝ પ્રદાન કરવામાં લાગી છે. 

ધનલક્ષ્મી બેન્કના શેર મંગળવારે બપોરે બીએસઈ પર 8.79 ટકા કે 2.56 રૂપિયાની તેજીની સાથે 31.69 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં હતા. આ શેરનો 52 વીક હાઈ 33.83 રૂપિયા છે. તો 52 વીકનો લો 11.33 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ આ સમયે બીએસઈ પર 801.29 કરોડ રૂપિયા હતો. 

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news