Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, ચોખ્ખા નફાનો આંકડો જાણી રહી જશો દંગ

Mukesh Ambani: મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે. તેવામાં ફરી એકવાર મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા તેમના બિઝનેસના નફાને લઈને થઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022-23 ના માર્ચ ક્વાર્ટરમાં દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોખ્ખો નફો 19 ટકા વધીને રૂપિયા 19,299 કરોડ થયો છે.

Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, ચોખ્ખા નફાનો આંકડો જાણી રહી જશો દંગ

Mukesh Ambani: મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે. તાજેતરમાં જ અંબાણી પરિવાર દ્વારા એક ભવ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા તેમના બિઝનેસના નફાને લઈને થઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022-23 ના માર્ચ ક્વાર્ટરમાં દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોખ્ખો નફો 19 ટકા વધીને રૂપિયા 19,299 કરોડ થયો છે. આ નફો અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટરમાં કંપનીને થયેલો સૌથી વધુ નફો છે. રિલાયન્સ દ્વારા જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરના નાણાકીય પરિણામો વિશેની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી અનુસાર ઓઈલ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી આવકમાં વધારો તેમજ રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન બિઝનેસના કારણે નફો વધ્યો છે.

આ પણ વાંચો: 

રિલાયન્સે એક વર્ષ અગાઉના આ સમયના ક્વાર્ટરમાં 16,203 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વિશ્લેષકોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં ઘટાડો થવાની આગાહી કરી હતી. પરંતુ અમેરિકાથી આયાત થતા ઈથેનના ભાવમાં નરમાઈથી કંપનીને રાહત થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને 2.19 લાખ કરોડ થઈ છે, જે અગાઉના વર્ષમાં 2.14 લાખ કરોડ હતી. ચોખ્ખો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2022ની સરખામણીમાં 22 ટકા વધીને 15,792 કરોડ થયો છે.

નાણાકીય વર્ષ 2022-2023માં રિલાયન્સનો ચોખ્ખો નફો 66,702 કરોડ રૂપિયા રહ્યો છે. આ રિલાયન્સનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. આ દરમિયાન કંપનીની આવક પણ 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ હતી. નાણાંકીય વર્ષ 2021-22માં RILએ 7.36 લાખ કરોડની આવક પર 60,705 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તમામ બિઝનેસ સારું પ્રદર્શન કર્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પરિણામો પરજણાવ્યું હતું કે ડિજિટલ કનેક્ટિવિટી અને રિટેલ ક્ષેત્રમાં લેવાયેલા પગલાં અર્થતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી રહ્યા છે. જે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક બનાવવામાં આપી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news