Mukesh Ambani: મુકેશ અંબાણીએ લગાવી મોટી છલાંગ, ટોપ 10 ધનિકોમાં થઈ એન્ટ્રી, જાણો ક્યાં પહોંચ્યા ગૌતમ અદાણી

Mukesh Ambani Networth: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે. મુકેશ અંબાણીને 3 ક્રમનો ફાયદો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ ટેનમાં પહોંચી ગયા છે. 

Mukesh Ambani: મુકેશ અંબાણીએ લગાવી મોટી છલાંગ, ટોપ 10 ધનિકોમાં થઈ એન્ટ્રી, જાણો ક્યાં પહોંચ્યા ગૌતમ અદાણી

Mukesh Ambani Networth: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે. મુકેશ અંબાણીને 3 ક્રમનો ફાયદો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ ટેનમાં પહોંચી ગયા છે. જો કે તેમની નેટવર્થ 657 મિલિયન ડોલરનો ઘટાડો  થયો છે. 

ટોપ 10માં આવી ગયા
ભારતના સૌથી ધનિક હોવાની સાથે મુકેશ અંબાણી એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીરોમાં સામેલ થઈ ચૂક્યા છે અને હવે તેઓ 9માં નંબરે પહોંચી ગયા છે. જ્યારે પહેલા નંબર પર ફ્રાન્સના બર્નાર્ડ અલનોલ્ટ છે. જેમની કુલ સંપત્તિ 211.2 અબજ ડોલર છે. બીજા નંબર પર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક છે અને તેમની કુલ સંપત્તિ 188.6 અબજ ડોલર છે. ત્રીજા નંબર પર અમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે જેમની કુલ સંપત્તિ 120.8 અબજ ડોલર છે. 

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ
દુનિયાના 9માં નંબરના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ વધી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 82.6 અબજ ડોલર થઈ છે. અત્રે જણાવવાનું કે શુક્રવારે મુકેશ અંબાણીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં 75000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. 

ગૌતમ અદાણી ક્યાં પહોંચ્યા
અબજોપતિઓની યાદીમાં એક સમયે દુનિયાના બીજા નંબરે પહોંચી ગયેલા અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની સંપત્તિમાં ખુબ ઘટાડો નોંધાયો છે. ગોતમ અદાણી હાલ ધનિકોની યાદીમાં 22માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ 58 અબજ ડોલર છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમની તમામ કંપનીના શેરોનું ધોવણ થઈ ગયું અને અદાણીની માર્કેટ કેપ 100 અબજ ડોલરથી પણ વધુ ઘટી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news