યુક્રેન પર રશિયાનો હુમલો અને એક દિવસમાં અદાણી-અંબાણીને 88 હજાર કરોડનું નુકસાન

યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને કુલ 88 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો. તો અમેરિકી ધનવાનોની નેટવર્થમાં ઉછાળો જોવા મળ્યો છે. 

યુક્રેન પર રશિયાનો હુમલો અને એક દિવસમાં અદાણી-અંબાણીને 88 હજાર કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીથી ગુરૂવારે ઘરેલૂ શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 2700 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ મોટા ઘટાડાથી રોકાણકારોને 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. દેશના બે ધનવાનો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને કુલ 88 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. 

Bloomberg Billionaires Index પ્રમાણે એશિયા અને ભારતના સૌથી મોટા ધનીક મુકેશ અંબાણીની નેટવર્થમાં ગુરૂવારે 5.25 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હવે તેમની નેટવર્થ 84.6 અબજ ડોલર રહી ગઈ છે. પરંતુ હજુ પણ તે વિશ્વના ધનવાનોની યાદીમાં 10માં નંબર પર છે. આ વર્ષે તેમના નેટવર્થમાં 5.34 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 

અદાણીની નેટવર્થ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ગુરૂવારે 6.43 અબજ ડોલરનો ઘટાડો આવ્યો. ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનીક અડાણીની નેટવર્થ હવે 80.6 અબજ ડોલર રહી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 4.09 અબજ ડોલરનો વધારો થયો છે. તે દુનિયાના ધનીકોની યાદીમાં 11માં સ્થાને છે. 

ગુરૂવારે ભારતીય રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો, તો અમેરિકાના ધનવાનોને ફાયદો થયો. અમેરિકી શેર બજાર મોટા ઘટાડાની સાથે ખુલ્યા પરંતુ દિવસ વધવાની સાથે તેમાં રિકવરી જોવા મળી હતી. અંતમાં શેર હજાર તેજી સાથે બંધ થયું. તેમાં ખાસ કરીને ટેક કંપનીઓ અમેરિકી ધનવાનોની નેટવર્થમાં તેજી આવી છે. 

અમેરિકાના ધનીકોને ફાયદો
Bloomberg Billionaires Index પ્રમાણે ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નેટવર્થમાં ગુરૂવારે 8.49 અબજ ડોલરની તેજી આવી. તે 207 અબજ ડોલની નેટવર્થની સાથે વિશ્વના સૌથી ધનીક બની ગયા છે. એમેઝોનના જેફ બેઝોસની નેટવર્થ પણ ગુરૂવારે 6.47 અબજ ડોલર વધી અને તે 176 અબજ ડોલરની સાથે દુનિયાના બીજા સૌથી ધનવાન છે. 

ફ્રાન્સના બિઝનેસમેન અને વિશ્વની સૌથી મોટી લગ્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessy ના ચેરમેન ઓફ ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ આરનોલ્ટ (148 અબજ ડોલર) આ લિસ્ટમાં ત્રીજા અને માઇક્રોસોફ્ટના બિલ ગેસ્ટ (124 અબજ ડોલર) ચોથા સ્થાને છે. અમેરિકાના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ઇન્ટરનેટ ઉદ્યમી લૈરી પેજ 118 અબજ ડોલરની સાથે આ યાદીમાં પાંચમાં સ્થાને છે. 

કોણ-કોણ છે ટોપ ટેનમાં
ગૂગલના કો ફાઉન્ડર સર્ગેઈ બ્રિન 113 અબજ ડોલરની સાથે છઠ્ઠા, જાણીતા રોકાણકાર વોરેન બફેટ 112 અબજ ડોલરની નેટવર્થ સાથે સાતમાં. અમેરિકી બિઝનેસમેન અને રોકાણકાર સ્ટીવ બાલ્મર 106 અબજ ડોલરની સાથે આઠમાં અને લૈરી એલિસન 92.6 અબજ ડોલરની નેટવર્થ સાથે નવમાં સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news