મૂહૂર્તના સોદાઃ સંવત 2075ના પ્રથમ દિવસે રોકાણકારોની સંપત્તિમાં 1.17 લાખ કરોડનો વધારો

હિન્દુ સંવત વર્ષ 2074માં સેન્સેક્સમાં 2,407.56 પોઈન્ટ (7 ટકા)નો ઉછાળો જોવા મળ્યો, મૂહૂર્તના સોદા માટે BSE અને NSE સાંજે 5.00 કલાકથી 6.30 કલાક સુધી ખુલ્યા હતા

મૂહૂર્તના સોદાઃ સંવત 2075ના પ્રથમ દિવસે રોકાણકારોની સંપત્તિમાં 1.17 લાખ કરોડનો વધારો

મુંબઈઃ બુધવારે હિન્દુ સંવત વર્ષ 2075ની શરૂઆતના પ્રથમ દિવસે મૂહૂર્તના સોદા માટે શેર બજાર ખોલવામાં આવ્યું હતું. આ દિવસે BSE અને NSEમાં સાંજે 5.00 કલાકથી 6.30 કલાક સુધી 'મૂહૂર્ત'ના સોદા થયા હતા. મંગળવારે 'દિવાળી બિલીપ્રતિપદા'ના અવસરે શેરબજાર બંધ રહ્યું હતું. 

બુધવારે BSE સેન્સેક્સ 245.77ના સુધારા સાથે 35,237.68 પર બંધ થયું હતું. બજારમાં 0.70 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી 10,600નાં આંકડાને સ્પર્શ કર્યો હતો. NSE 68.40 પોઈન્ટના ઉછાળા સાથે 10,598.40 પર બંધ રહ્યો હતો. 

બુધવારે માત્ર એક કલાકના મૂહૂર્ત સેશનમાં BSEમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.1,17,731.11 કરોડનો વધારો થયો હતો અને તે રૂ.1,41,70,545.23 કરોડ પર પહોંચી ગયું હતું. મંગળવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે BSEની કૂલ બજાર મૂડી રૂ.1,40,52,814.12 કરોડ પર બંધ રહ્યું હતું. 

દર વર્ષે હિન્દુ નવા વર્ષની શરૂઆતના પ્રસંગે દિવાળીના દિવસે મૂહૂર્તના સોદા માટે શેર બજાર એક કલાક માટે ખોલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શેરબજારના વેપારીઓ આ દિવસે 'મૂહૂર્ત' કરતા હોય છે અને તેઓ આવનારા નવા વર્ષ માટેની મંગળકામના કરતા હોય છે. 

બુધવારે એક કલાકના સેશનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, બજાજ-ઓટો, હીરોમોટો કોર્પ, વેદાન્તા, આઈટીસી, એશિયન પેઈન્ટ, મારૂતી,ટાટા સ્ટીલ, ઈન્ડસલેન્ડ બેન્ક અને ઓએનજીસીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. 

ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો ઓટોમોબાઈલ ક્ષેત્રના શેરોમાં બુધવારે 1.08 ટકાનો ઉછાળો રહ્યો હતો. ત્યાર બાદ ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, રિયલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગૂડ્સ, પાવર અને મેટલના શેરોમાં ઉછાળો રહ્યો હતો. 

ધવારે BSE સેન્સેક્સ 245.77ના સુધારા સાથે 35,237.68 પર બંધ થયું હતું. બજારમાં 0.70 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી 10,600નાં આંકડાને સ્પર્શ કર્યો હતો. NSE 68.40 પોઈન્ટના ઉછાળા સાથે 10,598.40 પર બંધ રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news