11 રૂપિયાથી લઇને 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન અને કોહલી સાથે છે સીધું કનેક્શન

India's Costliest Stocks: તમે શેરબજારનું નામ તો સાંભળ્યું જ હશે. એવી ઘણી તકો પણ છે કે તમે માત્ર BSE અને NSE જેવા શેરબજારોના નામો જ જાણતા નથી, પણ શેરબજારમાં ટ્રેડિંગ પણ કરો છો. તમે આવા સમાચાર પણ વાંચ્યા જ હશે કે કેવી રીતે મલ્ટિબેગર સ્ટોકે થોડા દિવસોમાં તેના રોકાણકારોના પૈસા બમણા અથવા ત્રણ ગણા કર્યા છે.

11 રૂપિયાથી લઇને 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન અને કોહલી સાથે છે સીધું કનેક્શન

Costliest Stock:  શેરબજાર આજે નાના છોકરાથી લઈને મોટેરા માટે અતિ જાણીતું નામ છે. શેરબજારમાં લોકો કરોડપતિ પણ બની જાય છે સાથે રોડપતિ બની જવાની એટલી જ પૂરી ગેરંટી છે એટલે રોકાણ કારોએ અહીં ધીરજ રાખીને રોકાણ કરવાની અતિ જરૂર છે.  લાખો રોકાણકારોએ રૂ. 500, 1000 અને 5000ની કિંમતના શેરો વિશે જ સાંભળ્યું હશે, પરંતુ એક એવો સ્ટોક છે જેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.  ૨૫ વર્ષ પહેલાં રોપેલા આંબા પાસેથી પણ મબલક પાક મેળવવા ખાતર પાણી નાખવા પડે છે ત્યારે તે વળતર આપે છે. પરંતુ શેરબજારમાં રોકાણકારોએ કોઇ પ્રકારના ખાતર પાણી નાખ્યા વગર માત્ર ધીરજ રાખવાની જરૂર હોય છે. ભારતના શેરબજારમાં ૩૫૦૦ જેટલી કંપનીઓ લિસ્ટેડ છે. 

તમે શેરબજારનું નામ તો સાંભળ્યું જ હશે. એવી ઘણી તકો પણ છે કે તમે માત્ર BSE અને NSE જેવા શેરબજારોના નામો જ જાણતા નથી, પણ શેરબજારમાં ટ્રેડિંગ પણ કરો છો. તમે આવા સમાચાર પણ વાંચ્યા જ હશે કે કેવી રીતે મલ્ટિબેગર સ્ટોકે થોડા દિવસોમાં તેના રોકાણકારોના પૈસા બમણા અથવા ત્રણ ગણા કર્યા છે. આજે અમે તમને શેરબજારનો ઈતિહાસ કે કોઈ મલ્ટીબેગર શેરની કહાની નથી જણાવવા જઈ રહ્યા, પરંતુ અમે ચોક્કસ એક એવા શેરની સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ જેની સફર ખૂબ જ રસપ્રદ છે. આજે અમે તમને જે સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેણે થોડા રૂપિયાની કિંમતથી તેની સફર શરૂ કરી હતી અને આજે તેની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ

 

મોટા ભાગની કંપનીઓના એક શેરના ભાવ રૂપિયા ૧૦૦ થી ૫૦૦ની આસપાસ હોય છે. બહુ ઓછા શેર્સ એવા હોય છે કે જેની કિંમત હજારો રૂપિયામાં બોલાય છે. જેને લગડી શેર્સ કહે છે.  ટાયર બનાવતી કંપની MRFનો શેર ઇતિહાસ રચી દીધો છે. વાત જાણે એમ છે કે, MRF કંપનીનો એક શેર 1 લાખ રૂપિયાના આંકડાએ સ્પર્શશે એ દિવસે નવો રેકોર્ડ બનાવી લેશે. આજે શેરનો ભાવ 96,850 છે.  જો આગામી દિવસોમાં MRF નો શેર એક લાખ રૂપિયાના સ્તરે પહોંચશે તો તો તે ભારતનો પ્રથમ લખતકિયા શેર હશે. છેલ્લા 20 વર્ષમાં આ સ્ટોક 100 ગણો વધ્યો છે. ભારતમાં BSE/NSE પર લિસ્ટેડ તમામ કંપનીઓમાં MRFના શેરની કિંમત સૌથી વધુ છે. આ સ્ટૉકનો લાઈફ ટાઈમ હાઈ પ્રાઇસ 99,933 રૂપિયા છે. 

એપ્રિલ 1993માં MRFના શેર બજારમાં આવ્યા. તે સમયે IPOમાં શેરનો ભાવ રૂ. 10 હતો અને બંધ ભાવ રૂ. 11 હતો. પરંતુ છેલ્લા 30 વર્ષમાં શેરની કિંમત 98 હજારના સ્તરે પહોંચી ગઈ છે. ખરેખર તેની પાછળનું કારણ શેરનું વિભાજન ન કરવાનું છે. MRF એ 1975 થી તેના શેર ક્યારેય વિભાજિત કર્યા નથી. આ પહેલા MRFએ 1970માં 1:2 અને 1975માં 3:10ના રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા હતા. MRFનું પૂરું નામ મદ્રાસ રબર ફેક્ટરી છે. ૧ ૦ રૂપિયાથી એક લાખ રૂપિયાથી સુધીની સફર રમકડાંના રબરના ફૂગ્ગા બનાવવાથી શરૂ થઇ હતી. મદ્રાસના તિરૂવોત્તિયૂર ખાતે ૧૯૪૬માં રબરના ફૂગ્ગા બનાવવનું કે.એમ. મમેન માપીલ્લાઇએ શરૂ કર્યું હતું. ૧૯૫૨માં કંપનીએ રબરના દોરા બનાવવાનું શરૂ કર્યું હતું.૧૯૬૦માં તે લિમિટેડ કંપની બની હતી. આજે તે ટાયર, થ્રેડ,ટયુબ કન્વેયર બેલ્ટ રમકડાં (ફનસ્કૂલ), ક્રિકેટ બેટ વગેરે બનાવે છે.

1960 પછી કંપનીએ ટાયર બનાવવાનું શરૂ કર્યું. હવે આ કંપની ભારતની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપની છે. ભારતમાં ટાયર ઉદ્યોગનું બજાર આશરે રૂ. 60,000 કરોડનું છે. MRFનો સ્ટોક એપ્રિલ,1993માં રૂ.11ની નીચી સપાટીએ હતો.બાદથી સતત ગ્રોથ નોંધાવ્યો છે. 1993માં ડબલ ડિજિટમાં ટ્રેડેડ એમઆરએફનો શેર બે વર્ષમાં જ ત્રિપલ ડિજિટ (1900)ની સપાટીએ પહોંચ્યો હતો. 30 વર્ષમાં રોકાણકારો લખપતિ બન્યા છે. 

MRF (મદ્રાસ રબર ફેક્ટરી) એ એક ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે જે ઓટોમોબાઈલ અને મોટરસાઈકલ માટેના ટાયર, કન્વેયર બેલ્ટ અને પેઇન્ટ્સ સહિત વિશાળ શ્રેણીના રબર પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપનીની સ્થાપના 1946માં થઈ હતી અને તેનું મુખ્ય મથક ચેન્નાઈ ભારતમાં છે. 

સફરની શરૂઆત ફુગ્ગા બનાવવાથી થઈ...
આ એમઆરએફની વાર્તા છે. જે દેશ ક્રિકેટને તેના શ્વાસમાં ઓક્સિજનની જેમ ઓગાળી દે છે, તે આ નામ સારી રીતે જાણે છે. વાર્તા એ જ એમઆરએફની છે, જેનું નામ સચિન તેંડુલકરના બેટ પર દેખાતું હતું અને હવે વિરાટ કોહલીના બેટ પર ચમકે છે. કંપનીની વાર્તા વર્ષ 1946 માં શરૂ થઈ, જ્યારે કેએમએમ મેપિલાઈએ મદ્રાસ રબર ફેક્ટરી નામનો એક નાનો પ્લાન્ટ સ્થાપ્યો. તે સમયે આ કંપની બાળકોને રમવા માટે ફુગ્ગા બનાવતી હતી.

સચિન અને કોહલી સાથે આ રીતે થયું કનેક્શન
ધીમે ધીમે કંપનીનું કામ વધતું ગયું. આજે, સચિન અને કોહલીના બેટ સિવાય, એમઆરએફને ટાયરથી ઓળખવામાં આવે છે. કંપનીએ નવેમ્બર 1960 માં ટાયર ઉત્પાદન વ્યવસાયમાં પ્રવેશ કર્યો. MRF આજે ભારતની નંબર વન ટાયર કંપની છે. કંપની મજબૂત ટાયરના ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતી છે. MRF કંપનીમાં અત્યારે 18 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે અને ગયા વર્ષે આ કંપનીની વાર્ષિક આવક લગભગ 20 હજાર કરોડ રૂપિયા હતી.

હવે આ એમઆરએફના એક શેરની કિંમત છે
હવે વાત કરીએ શેરબજારની. શેરબજારમાં એમઆરએફની રજૂઆત ખૂબ જ સામાન્ય હતી. વર્ષ 1993ની શરૂઆતમાં MRFના એક શેરની કિંમત માત્ર 11 રૂપિયા હતી. આ શેર મંગળવારે બપોરે 98 હજાર રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ, સોમવારના ટ્રેડિંગ દરમિયાન, એક સમયે MRFનો શેર રૂ. 99,933.50 પર પહોંચી ગયો હતો. તે જ સમયે, ફ્યુચર્સ ટ્રેડિંગમાં MRFનો શેર રૂ. 1 લાખના સ્તરને પાર કરી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

9000 ટકાથી વધુ વળતર આપ્યું
કંપનીના શેરના ભાવમાં જે રીતે વધારો થયો છે તેના પર નજર કરીએ તો, તેણે દરેક રોકાણકારને સમૃદ્ધ બનાવ્યા છે, જેમણે ધીરજ અને વિશ્વાસ દર્શાવ્યો હશે. જો કોઈએ 30 વર્ષ પહેલા માત્ર 1 શેર ખરીદ્યો હોત તો તે આજે કરોડપતિ બની ગયો હોત. તે જ સમયે, જે રોકાણકારોએ MRF શેરમાં માત્ર રૂ. 1,100નું રોકાણ કર્યું હતું તેઓ આજે કરોડપતિ બની ગયા હશે. આ છેલ્લા 30 વર્ષમાં 9,089 ટકાનું વળતર આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news