Business Idea : કમાણીનું સાધન છે આ ઝાડ, એક વાર લગાવ્યું તો 40 વર્ષ આપશે પૈસા, દેશ જ નહીં વિદેશમાં પણ બમ્પર માંગ

રબર ઉત્પાદનના મામલામાં ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર છે. તો કેરલ સૌથી વધુ રબર ઉત્પાદન કરતું રાજ્ય છે. ભારતના રબરની માંગ બીજા દેશોમાં પણ છે. તેવામાં તમે તેની ખેતી કરી મોટી કમાણી કરી શકો છો. 

Business Idea : કમાણીનું સાધન છે આ ઝાડ, એક વાર લગાવ્યું તો 40 વર્ષ આપશે પૈસા, દેશ જ નહીં વિદેશમાં પણ બમ્પર માંગ

નવી દિલ્હીઃ જો ખેતીને સાચી યોજનાની સાથે કરવામાં આવે તો તે કમાણીનું જોરદાર સાધન છે. તેવામાં જો તમે ખેતી દ્વારા મોટી કમાણી કરવા ઈચ્છો છો તો આજે અમે તમારા માટે એક શાનદાર આઈડિયો લાવ્યા છીએ. ઘણા ખેડૂતો હવે પરંપરાગત ખેતી સિવાય રોકડિયા પાક તરફ ધ્યાન આપી રહ્યાં છે. તેવામાં આ પાકની ખેતી કરી તમે દાયકાઓ સુધી નફો કરી શકો છો. હકીકતમાં અમે રબરની ખેતીની વાત કરી રહ્યાં છીએ. 

તમે રબરની ખેતી કરીને બમ્પર કમાણી કરી શકો છો. દેશના ઘણા વિસ્તારોમાં આજે ખેડૂતો રબરની ખેતીમાંથી જંગી કમાણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રબરના ઉત્પાદનના મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. અને કેરળ સૌથી મોટું રબર ઉત્પાદક રાજ્ય છે. આ પછી બીજા નંબર પર ત્રિપુરાનું નામ આવે છે. અહીંથી રબરની અન્ય દેશોમાં નિકાસ થાય છે.

આ રીતે ખેતી કરો
રબરની ખેતી માટે લેટેરાઇટ લાલ લોમ માટી વધુ સારી માનવામાં આવે છે. જમીનનું pH સ્તર 4.5 થી 6.0 ની વચ્ચે હોવું જોઈએ. છોડ રોપવાનો યોગ્ય સમય જૂન-જુલાઈ છે. રબરના છોડને વધુ પાણીની જરૂર પડે છે. છોડ શુષ્કતામાં નબળા પડી જાય છે. તેને વારંવાર સિંચાઈની જરૂર છે. તેની ખેતી માટે વધુ પ્રકાશવાળી જમીન જરૂરી છે.

ભારતના આ રાજ્યોમાં થાય છે તેની ખેતી
આ દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં રબરની ખેતી જાય છે. રબર બોર્ડ અનુસાર ત્રિપુરામાં 89, 264 હેક્ટર, અસમમાં 58,000 હેક્ટર ક્ષેત્ર, મેઘાલયમાં 17,000 હેક્ટર, નાગાલેન્ડમાં 15,000 હેક્ટર, મણિપુરમાં 4200 હેક્ટર, મિઝોરમમાં 4070 હેક્ટર અને અરૂણાચલ પ્રદેશમાં 5820 હેક્ટર ભૂમિ પર પ્રાકૃતિક રબરની ખેતી કરવામાં આવી રહી છે. 

ઘણા દેશોમાં થાય છે રબરની નિકાસ
નોંધનીય છે કે ભારતથી જર્મની, બ્રાઝીલ, અમેરિકા, ઈટલી, તુર્કી, બેલ્જિયમ, ચીન, મિસ્ત્ર, નેધરલેન્ડ, મલેશિયા, પાકિસ્તાન, સ્વીડન, નેપાળ અને સંયુક્ત અરબ અમિરાતને નેચરલ રબર નિકાસ કરવામાં આવે છે. એક રિસર્ચ પ્રમાણે ભારતમાંથી વર્ષ 2020માં 12000 મેટ્રિક ટનથી વધુ નેચરલ રબર નિકાસ થયું હતું. 

એક વાર લહાવો અને વર્ષો સુધી કમાણી કરો
રબરના ઝાડનું દૂધ તેમાં કાણું પાડીને એકત્ર કરવામાં આવે છે. તેને લેટેક્સ અથવા રબર મિલ્ક કહેવામાં આવે છે. આ પછી એકત્રિત લેટેક્ષનું કેમિકલ વડે પરીક્ષણ કરવામાં આવે છે જેમાંથી સારી ગુણવત્તાનું રબર તૈયાર કરવામાં આવે છે. આ રબરનો ઉપયોગ શોલ્સ, ટાયર, એન્જિન સીલ, બોલ, ઇલાસ્ટીક બેન્ડ અને ઇલેક્ટ્રિક ઉપકરણો જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે. રબરની ખેતીથી તમે 40 વર્ષ સુધી નફો કમાઈ શકો છો. રબરનો છોડ 5 વર્ષમાં વૃક્ષ બની જાય છે. આ પછી તેમાં ઉત્પાદન શરૂ થાય છે.

સરકાર પણ આપે છે આર્થિક સહાયતા
તમને જણાવી દઈએ કે રબરની ખેતી કરવા માટે કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંકથી આર્થિક સહાયતા મળે છે. જંગલમાં ઉગનાર રબરના ઝાડ સામાન્ય રીતે 43 મીટર ઉંચા હોય છે, તો કારોબારની દ્રષ્ટિએ ઉગાડવામાં આવતા ઝાડ નાના હોય છે. આ રીતે તમે રબરની ખેતી કરી મોટી કમાણી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news