ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય

પૂર્ણ બજેટ રજૂ કરવાના સમાચારોને નાણા મંત્રલાયે નકારી કાઢ્યા છે. સરકાર આગામી 1 ફેબ્રુઆરીના રોજ જનરલ બજેટ રજૂ કરશે. જોકે, આ વખતે વચગાળાનું બજેટ 4 મહિના માટે રજૂ કરવામાં આવશે. સરકારે તે સમાચારો બાદ આ સ્પષ્ટતા જાહેર કરી છે.

ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય

પ્રકાશ પ્રિયદર્શી: પૂર્ણ બજેટ રજૂ કરવાના સમાચારોને નાણા મંત્રલાયે નકારી કાઢ્યા છે. સરકાર આગામી 1 ફેબ્રુઆરીના રોજ જનરલ બજેટ રજૂ કરશે. જોકે, આ વખતે વચગાળાનું બજેટ 4 મહિના માટે રજૂ કરવામાં આવશે. સરકારે તે સમાચારો બાદ આ સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર આખા સત્ર માટે બજેટ રજૂ કરવાનું મન બનાવી ચૂકી છે.

2 મહિના નહી 4 મહિના માટે રજૂ થશે બજેટ
નાણા મંત્રલાયના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ સરકાર 4 મહિનાનું બજેટ રજૂ કરશે. અત્યાર સુધી લોકસભા ચૂંટણી પહેલાં સરકાર દ્વારા 2 મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે સરકાર 4 મહિનાનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રાલય અનુસાર આ વોટ ઓન એકાઉન્ટ જ હશે. પરંતુ સુવિધા અનુસાર તેને વચગાળાનું બજેટ અથવા સામાન્ય બજેટ બંને કહી શકાઇ છે. સૂત્રોનું માનીએ તો એ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર આ વખતે બજેટ ડોક્યૂમેંટ્સમાં વચગાળા શબ્દનો ઉપયોગ નહી કરે.

ખેડૂતો અને નોકરિયાતને બજેટ પાસે આશા
લોકસભા ચૂંટણી પહેલાં બજેટ રજૂ થવાના કારણે નોકરિયાતથી માંડીને ખેડૂતો સુધી બધાને બજેટ પાસે મોટી આશાઓ છે. જાણકારોના અનુસાર સરકાર મોટા નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખતા ઇનકમ ટેક્સ સીમા વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. તો બીજી તરફ ખેડૂતો માટે પણ નવી કૃષિ નીતિની જાહેરાત થઇ શકે છે. જોકે સરકાર હજુ સુધી આ ફક્ત અનુમાનો પર આધારિત છે. હકિકતમાં શું મળશે તેની ખબર બજેટ રજૂ થયા પછી જ પડશે. 

બજેટ પહેલાં ખેડૂતોને મળી ભેટ
બજેટમાં ખેડૂતો માટે શું હશે, એ પણ સ્પષ્ટ નથી, પરંતુ બજેટ પહેલાં જ મોદી સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ખેડૂતોને ભેટ આપી છે. કેંદ્વ સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્ર પ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

જુલાઇમાં નવી સરકાર રજૂ કરશે બજેટ
નાણાકીય વર્ષ 2019-20 માટે જુલાઇમાં નવી સરકાર ફરીથી બજેટ રજૂ કરશે. પરંપરા અનુસાર, લોકસભા ચૂંટણી યોજાયા બાદ જે સરકાર સત્તામાં આવે છે, તે આખા નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરે છે. નાણા મંત્રલાયે સ્પષ્ટ કર્યું છે કે જુલાઇ 2019માં નવી સરકારની રચના બાદ ફરીથી બજેટ રજૂ કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news