નાના શહેરોમાં દોડશે MetroNeo અને MetroLite, શું તમારું શહેર છે આ યાદીમાં

સરકાર દેશભરમાં મેટ્રો નેટવર્કની જાળ પાથરવા માંગે છે. સરકારની યોજના છે કે આગામી 3-4 વર્ષમાં 50થી વધુ શહેરોમાં મેટ્રો સર્વિસ શરૂ કરવામાં આવશે. આટલા મોટાપાયે મેટ્રોની જાળ પાથરવું એક મોટો પડકાર છે, જેને સરકાર મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો દ્રારા પુરો કરશે. 

નાના શહેરોમાં દોડશે MetroNeo અને MetroLite, શું તમારું શહેર છે આ યાદીમાં

નવી દિલ્હી: મેટ્રો જેવી સુવિધાઓની મજા હવે નાના શહેરોના લોકો પણ ઉઠાવી શકશે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇંફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ ભાર મુક્યો છે. સરકાર ઇચ્છે છે કે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં મેટ્રો નિયો (Metroneo) અને મેટ્રો લાઇટ (MetroLite) ની શરૂઆત કરવામાં આવે જેથી નાના શહેરોનું ટ્રાંસપોર્ટ ઇંફ્રાસ્ટ્રક્ચર સારું થાય. તેનો સીધો ફાયદો આ શહેરોમા6 રહેનાર લોકોને થશે. 

દેશભરમાં પથરાશે મેટ્રોની જાળ
સરકાર દેશભરમાં મેટ્રો નેટવર્કની જાળ પાથરવા માંગે છે. સરકારની યોજના છે કે આગામી 3-4 વર્ષમાં 50થી વધુ શહેરોમાં મેટ્રો સર્વિસ શરૂ કરવામાં આવશે. આટલા મોટાપાયે મેટ્રોની જાળ પાથરવું એક મોટો પડકાર છે, જેને સરકાર મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો દ્રારા પુરો કરશે.

આ શહેરોમાં પથરાશે મેટ્રોની જાળ
સરકારને ગોરખપુર, પ્રયાગરાજ, જમ્મૂ, શ્રીનગર, રાજકોટ, બરોડા, દેહરાદૂન, કોયમ્બતૂર, ભિવાડી જેવા શહેરોમાં મેટ્રો નિયો અને મેટ્રો લાઇટના પ્રસ્તાવ મળ્યા છે. નાસિકમાં મેટ્રો નિયોનો પ્રસ્તાવ પહેલાં મળ્યો હતો, જે શહેરી વિકાસ મંત્રાલયમાં વિચારધીન છે. 

મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ જ કેમ?
એક લાઇનમાં કહીએ તો તેને બનાવવામાં ખર્ચ સામાન્ય મેટ્રોના મુકાબલે ખૂબ ઓછો આવે છે. અત્યારે એક એલિવેટેડ મેટ્રોને બનાવવામાં પ્રતિ કિલોમીટરનો ખર્ચ 300-350 કરોડ રૂપિયા આવે છે. અંડર ગ્રાઉન્ડમાં આ ખર્ચ 600-800 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. જ્યારે એક મેટ્રો નિયો પર પ્રતિ કિલોમીટર ખર્ચ 50-70 કરોડ રૂપિયા આવશે. જ્યારે મેટ્રો લાઇટ માટે 100-135 કરોડ રૂપિયા હશે. 

આ બંને જ મેટ્રો એલિવેટેડ બનશે. બીજી વાત એ છે કે મેટ્રો નિયો અને લાઇટમાં એલ્યૂમીનિયમના કોચ હોય છે. કોચની સંખ્યા પણ ઓછી હોય છે અને સ્ટેશન પણ ભારેખમ હોતા નથી, જેથી તેમની દેખરેખનો ખર્ચ પણ 50 ટકા ઓછો આવે છે. 

કોણ બનાવશે મેટ્રો નિયો, મેટ્રો લાઇટ
આ નવા પ્રકારની મેટ્રો બનાવવા માટે ગત શુક્રવારે પૂણેમાં શહેરી વિકાસ મંત્રાલય સેક્રેટરીએ મેટ્રો કોચ બનાવનાર કંપનીઓ સાથે તેમની મહત્વપૂર્ણ મીટિંગ કરી. તેમા6 બોમ્બાર્ડિયર, સીમેન્સ, એલ્સ્ટોમ, ટીટાગઢ વૈગંસ, BEML, Bell, ટાટા મોટર્સ, Daimler, મેલ્કો, ABB, ટૂલટેકના પ્રતિનિધિઓએ ભાગ લીધો. સરકાર આ કંપની પાસે બોલી લગાવશે. સરકારના ટેંડરમાં મેક ઇન ઇન્ડીયાના એક સ્પેશિયલ ક્લોઝ પણ રાખવામાં આવશે. તમને જણાવી દઇએ કે ટીટાગઢ વૈગંસ તો અત્યારે એલ્યુમિનિયમ આધારિત મેટ્રો કોચ પૂણેને જૂન સુધી સોંપી પણ રહી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news