ભણવાની ઉંમરે 100 કરોડનો માલિક બન્યો આ છોકરો, તમે પણ કરી શકો આ કમાલ, જાણો કેવી રીતે
sankarsh chanda net worth: જો તમને શેરબજારમાં થોડો પણ રસ હોય તો તમે સ્વર્ગસ્થ રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકિશન દમાણી, વિજય કિડિયા, આશિષ કોચલિયા અને ડોલી ખન્નાનું નામ જરૂર સાંભળ્યું હશે. આ લોકોએ શેર બજારમાં ટ્રેડિંગના દમ પર કરોડો-અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી લીધુ છે. ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે જેમણે સ્ટોક ટ્રેડિંગના દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે
Trending Photos
sankarsh chanda net worth: જો તમને શેરબજારમાં થોડો પણ રસ હોય તો તમે સ્વર્ગસ્થ રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકિશન દમાણી, વિજય કિડિયા, આશિષ કોચલિયા અને ડોલી ખન્નાનું નામ જરૂર સાંભળ્યું હશે. આ લોકોએ શેર બજારમાં ટ્રેડિંગના દમ પર કરોડો-અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી લીધુ છે. ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે જેમણે સ્ટોક ટ્રેડિંગના દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે. આવા લોકોમાં એક નામ એવું પણ સામેલ છે જે હૈદરાબાદના 23 વર્,ના સંકર્ષ ચંદાનું છે. સંકર્ષે શેર બજારમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી. તેમનું નામ દુનિયાના સૌથી મોટા રોકાણકારોની યાદીમાં સામેલ થયું છે.
પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયા રોકાણ કર્યું
લિટિલ ઝૂનઝૂનવાલાના નામથી ઓળખાતા સંકર્ષને શરૂઆતના દૌરમાં પણ શેરબજારમાં નુકસાનનો સામનો કરવો પડ્યો નથી. સામાન્ય રીતે રોકાણકારોને શરૂઆતમાં શેરબજારમાં નુકસાન થતું હોય છે. 17 વર્ષની ઉંમરે શેર બજારમાં ટ્રેડિંગનું કામ શરૂ કરનારા સંકર્ષે 2016માં પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ જ સમયે ગ્રેટર નોઈડા સ્થિત બેનેટ યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરી રહ્યો હતો. 23 વર્ષની ઉંમરે 100 કરોડના માલિક બનનારા સંકર્ષે બીટેક સેકન્ડ યરમાં પોતાના એજ્યુકેશનમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો અને પૂરો સમય સ્ટોક ટ્રેડિંગમાં આપ્યો.
સ્ટાર્ટઅપ શરૂ કરવા વેચ્યા શેર
એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે મે બે વર્ષમાં સ્ટોક માર્કેટમાં લગબગ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. બે વર્ષમાં મારા શેરની માર્કેટ વેલ્યૂ વધીને 13 લાખ થઈ ગઈ. સંકર્ષે માત્ર રોકાણ જ નથી કર્યું સાથે સાથે તે આંતરપ્રિન્યોર પણ છે. તેમણે સ્વોબોધ ઈન્ફિનિટી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (Svobodha Infinity Investment Advisors Private Limited) નામે ફિનટેક સ્ટાર્ટઅપની પણ શરૂઆત કરી. તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વર્ષ 2017માં 8 લાખ રૂપિયામાં શેર વેચ્યા હતા.
સંકર્ષે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકી ઈકોનોમિસ્ટ બેન્જામિન ગ્રાહમનો એક લેખ વાંચ્યા બાદ તેમનો સ્ટોક માર્કેટમાં રસ પેદા થયો. ગ્રાહમને 14 વર્ષની ઉંમરે જ વેલ્યૂ ઈન્વેસ્ટિંગના જનક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના સ્ટાર્ટઅપે પહેલા વર્ષે 12 લાખ, બીજા વર્ષે 14 લાખ રૂપિયા અને પછીના વર્ષે 32 લાખ રૂપિયા તથા નાણાકીય વર્ષ 2020-21માં 40 લાખ રૂપિયાનું રેવન્યૂ ભેગું કર્યું. સ્ટાર્ટઅપથી કમાયેલા પૈસાને તેઓ ફરીથી રોકાણ કરતા રહ્યા અને આજે મોટું સામ્રાજ્ય બનાવ્યું. તેમણે કહ્યું કે મારી નેટવર્થ હવે 100 કરોડ રૂપિયા છે. આ મારા સ્ટોક માર્કેટ રોકાણ ઉપરાંત મારી કંપનીના મૂલ્યાંકન પર નિર્ભર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે