Gold Rate Today: સોનામાં આ શું જોવા મળી રહ્યું છે? ભારે ઉથલપાથલ વચ્ચે જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Trending Photos
Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 28મી એપ્રિલના રોજ 60168 રૂપિયા હતું જે આજે 52 રૂપિયા ચડીને 60220 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 52 રૂપિયા વધીને 59979 ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 48 રૂપિયા વધીને 55162 રૂપિયા જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 39 રૂપિયા વધીને 45165 રૂપિયાના સ્તરે છે. 10 ગ્રામ 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 31 રૂપિયા વધીને 35229 રૂપિયા થયો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે પ્રતિ કિલો 365 રૂપિયા વધીને 74233 રૂપિયાના સ્તરે છે.
(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો છે)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે