મહિલાઓ માટે કમાલની છે આ સરકારી સ્કીમ, 2 વર્ષમાં બની જશે મોટું ફંડ, જાણો વિગત

Mahila Samman Savings Certificate: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ તે સરકારી યોજનાઓમાં સામેલ છે, જેમાં શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેમાં ઓછા સમય માટે રોકાણ કરી મહિલાઓ સારૂ રિટર્ન હાસિલ કરી શકે છે.
 

મહિલાઓ માટે કમાલની છે આ સરકારી સ્કીમ, 2 વર્ષમાં બની જશે મોટું ફંડ, જાણો વિગત

નવી દિલ્હીઃ મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ (MSSC)ની જાહેરાત બજેટ 2023માં કરવામાં આવી હતી. આ ભારત સરકાર દ્વારા મહિલા ઈન્વેસ્ટરોને ઓફર થનારી એક સ્મોલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે. આ યોજના મહિલાઓ અને યુવતીઓને રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઈરાદાથી શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓને ઓછા સમયમાં સારૂ રિટર્ન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી યથાવત રાખવાની છે. 

શું MSSC ને બજેટ 2024માં વધારવામાં આવી?
નહીં, બજેટ 2024માં મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ પર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં વ્યાજદર અને રોકાણની મર્યાદા પહેલાની જેમ રહેશે. મહત્વનું છે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એપ્રિલ 2023થી માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે ઉપલબ્ધ એક વખતની યોજના છે. તેનું ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. પરંતુ કેટલીક બેન્ક પણ ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. 

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?
આ યોજના હેઠળ કોઈપણ ઉંમરની ભારતીય મહિલા ખાતું ખોલાવી શકે છે. આ સિવાય પુરૂષ અભિભાવક પણ પોતાની સગીર પુત્રીનું ખાતું ખોલાવી શકે છે. આ યોજના સગીર યુવતીઓ માટે નાણાકીય પ્રોડક્ટમાં રોકાણ કરવાની તક આપે છે. 

7.5 ટકા વ્યાજ
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળે છે, જે દરેક ક્વાર્ટરમાં ખાતામાં જોડાય છે, પરંતુ વ્યાજ અને મૂળ રકમ મેચ્યોરિટી પર મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ બે વર્ષનો છે. જો તમે 2 વર્ષ માટે આ યોજનામાં બે લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 2.32 લાખ રૂપિયા મળી જશે. 

રોકાણની મર્યાદા
આ સ્કીમમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકાણ કરી શકાય છે. રોકાણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે. 1000 રૂપિયાથી વધુ 100ના મલ્ટીપલમાં રકમ જમા કરી શકાય છે. ખાતું ખોલાવાના એક વર્ષ બાદ કુલ જમા રકમમાંથી 40 ટકા સુધી પૈસા ઉપાડી શકાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news