Diwali પહેલાં મોંઘવારીનો ભાર, આટલા રૂપિયા વધી LPG ના ભાવ
દિવાળી પહેલાં લોકો પર ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. નવેમ્બર મહિનાના પહેલાં દિવસે જ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવ (LPG Price Hike) આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: વધી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી રાખી છે અને દિવાળી પહેલાં લોકો પર ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. નવેમ્બર મહિનાના પહેલાં દિવસે જ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવ (LPG Price Hike) આપ્યા છે અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 266 રૂપિયા વધી ગયા છે. જોકે રાહતની વાત એ છે કે વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો અને ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.
દિલ્હીમાં 2000.5 રૂપિયા થયો સિલિન્ડરનો ભાવ
266 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં કોમરશિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder Price Hike) ની કિંમત 2000.5 રૂપિયા થઇ ગઇ છે. જે આ પહેલાં 1734.5 રૂપિયા હતી. તો બીજી તરફ મુંબઇમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1950 રૂપિયા ખર્ચ કરવા પડશે. કલકત્તામાં હવે 19 કિલોવાળા ગેસ સિલિન્ડર 2073.50 રૂપિયાનો થઇ ગયો છે. જ્યારે ચેન્નઇમાં હવે 19 કિલોવાળા સિલિન્ડર 2133 રૂપિયામાં મળશે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વધ્યા હતા ભાવ
આ પહેલાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ પેટ્રોલિયમ કંપનીઓના કોમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder) ના ભાવમાં વધારો કર્યો હતો. 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1 સપ્ટેમ્બરના રોજ 43 રૂપિયા અને 1 ઓક્ટોબરને 75 રૂપિયા વધારવામાં આવ્યા હતા.
ગત મહિને વધી હતી ગેસની કિંમત
ગત મહિને ઘરેલો એલપીજી સિલિન્ડરના કિંમતોમાં વધારો થયો હતો અને સરકારી પેટ્રોલિયમ કંપનીઓ (PSU Petroleum Companies) એ રસોઇ ગેસના ભાવ 15 રૂપિયા વધારી દીધા હતા. દિલ્હી અને મુંબઇમાં નોન-સબસિડીવાળા 14.2 કિલોવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 899.50 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે