LPG Gas Connection Price Hike: નવું ગેસ કનેક્શન લેવું બન્યું મોંઘું, ખર્ચવા પડશે આટલા પૈસા

હવે નવા રસોઇ ગેસ કનેક્શન લેવા પર તમને 2,200 રૂપિયા આપવા પડશે. જ્યારે પહેલાં 1450 રૂપિયા આપવા પડતા હતા. એટલે કે હવે 750 રૂપિયા સિલિન્ડરની સિક્યોરિટીના રૂપમાં વધુ રકમ જમા કરાવવી પડશે. આ ઉપરાંત રેગ્યુલેટર માટે 250, પાસ માટે 25 અને પાઇપ માટે 150 રૂપિયા અલગથી આપવા પડશે.

LPG Gas Connection Price Hike: નવું ગેસ કનેક્શન લેવું બન્યું મોંઘું, ખર્ચવા પડશે આટલા પૈસા

LPG Gas Connection price hike: ઘરેલૂ રસોઇ ગેસ તો પહેલાંથી જ મોંઘો છે હવે નવું ગેસ કનેક્શન લેવું પણ મોંઘું થઇ ગયું છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ કાલે એટલે ગુરૂવારે 16 જૂનથી ઘરેલૂ કનેક્શન મોંઘા કરવાનો નિર્ણય કર્યો છે. ઘરેલૂ ગેસ કનેક્શન હેઠળ 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના સિક્યોરિટી એમાઉન્ટમાં કંપનીઓએ 750 રૂપિયાનો વધારો કરી દીધો છે. પાંચ કિલોગ્રામવાળા સિલિન્ડર માટે પણ 250 રૂપિયા વધુ આપવા પડશે. રસોઇ ગેસ જ નહી પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસ રેગૂલેટરના ભાવોમાં પણ વધારો કરી દીધી છે. નવા ગેસ રેગ્યુલેટર માટે 100 રૂપિયા વધુ આપવા પડશે. 

આટલી વધશે કિંમત
હવે નવા રસોઇ ગેસ કનેક્શન લેવા પર તમને 2,200 રૂપિયા આપવા પડશે. જ્યારે પહેલાં 1450 રૂપિયા આપવા પડતા હતા. એટલે કે હવે 750 રૂપિયા સિલિન્ડરની સિક્યોરિટીના રૂપમાં વધુ રકમ જમા કરાવવી પડશે. આ ઉપરાંત રેગ્યુલેટર માટે 250, પાસ માટે 25 અને પાઇપ માટે 150 રૂપિયા અલગથી આપવા પડશે. આ મુજબ પહેલીવાર ગેસ સિલિન્ડર કનેક્શન અને પહેલા સિલિન્ડર માટે ગ્રાહકે કુલ 3,690 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઇ ગ્રાહક બે સિલિન્ડર લે છે તો તેને સિક્યોરિટીના રૂપમાં 4400 રૂપિયા આપવા પડશે. 

ઉજ્જવલા યોજના લાભાર્થીઓને પણ આંચકો
પાંચ કિલોગ્રામના સિલિન્ડરની સિક્યોરિટી માટે પણ હવે વધુ રકમ જમા કરવી પડશે. પાંચ કિલોગ્રામના સિલિન્ડરની સિક્યોરિટી માટે હવે 800 રૂપિયાના બદલે 1150 રૂપિયા આપવા પડશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રસોઇ ગેસ સિલિન્ડર લેનાર ગ્રાહકોને પણ આંચકો લાગી શકે છે. જો આ ગ્રાહકોને પોતાના કનેક્શન પર સિલિન્ડરને ડબલ કરવા અથવા બીજો સિલિન્ડર લીદોહ તો તેમને વધેલી સિક્યોરિટી રકમ આપવી પડશે. ગ્રાહકોને નવા કનેક્શનમાં લાગનાર રેગુલેટર માટે હવે 150 રૂપિયાના બદલે 250 રૂપિયા આપવા પડશે. 

એક સિલિન્ડર કનેક્શન માટે આપવા પડશે 3690 રૂપિયા થઇ જશે. ગેસ સ્ટવ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. જોકે રસોઇ ગેસ કનેક્શન મોંઘા થતાં સામાન્ય લોકોને આંચકો લાગશે. રસોઇ ગેસની વધતી જતી કિંમતો વચ્ચે કનેક્શન મોંઘા થતાં સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news