માત્ર 5000 રૂપિયા મહિને રોકાણથી 15 વર્ષમાં બની જશે 25 લાખ, આ રીતે તમારા પૈસા કરો ઈન્વેસ્ટ
આજના સમયમાં પૈસા ભેગા કરવા મોટી વાત નથી, બસ તે માટે રોકાણની સારી સ્ટ્રેટેજી બનાવવી જરૂરી હોય છે. અહીં જાણી તમે ક્યા પ્રકારે ઈન્વેસ્ટમેન્ટ કરી મોટુ ફંડ જોડી શકો છો.
Trending Photos
Investment Tips: પૈસા ભેગા કરવા કોઈ મોટી વાત નથી, બસ તે માટે તમારે ઈન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવવી પડશે એટલે કે ક્યારે, ક્યાં અને કેટલા સમય માટે રોકાણ કરવાથી તમારા પૈસા વધી શકે છે. રોકાણના મામલામાં વધુ એક વાત કહેવામાં આવે છે કે તમે જેટલુ જલદી રોકાણ સરૂ કરશો અને જેટલા લાંબા સમય માટે કરશો, ભવિષ્ય માટે એટલું ફંડ બનાવી શકશ.
આજના સમયમાં આમ તો રોકાણની દરેક સ્કીમ હાજર છે, પરંતુ જો તમે ઓછા સમયમાં નફો લેવા ઈચ્છો છો તો મ્યૂચુઅલ ફંડ્સ (Mutual Funds)સારો વિકલ્પ માનવામાં આવે છે. માર્કેટથી લિંક્ડ હોવા છતાં તેમાં નફો મળી રહ્યો છે, જે સરળતાથી અન્ય કોઈ સ્કીમમાં મળતો નથી. તમે ઈચ્છો તો થોડા વર્ષોમાં મોટુ અમાઉન્ટ જોડી શકો છો. આવો તમને વિગત જણાવીએ...
આ રીતે મળશે સારૂ રિટર્ન
મ્યૂચુઅલ ફંડ્સમાં SIP દ્વારા તમે સરળતાથી રોકાણના શ્રીગણેશ કરી શકો છો. માર્કેટથી લિંક્ડ થવાને કારણે તેમાં કેટલું રિટર્ન તમને મળશે, તે તો ન જણાવી શકાય. પરંતુ મોટા ભાગના એક્સપર્ટનું માનવું છે કે જો લાંબા સમય માટે SIP દ્વારા મ્યૂચુઅલ ફંડ્સમાં રોકાણ કરવામાં આવે તો તેના દ્વારા એવરેજ 12 ટકાનું રિટર્ન મળી શકે છે, જે અન્ય સ્કીમના મુકાબલે સારૂ છે. તમે જેટલા લાંબા સમય માટે અને જેટલી વધુ રકમ ઈન્વેસ્ટ કરશો એટલો વધુ ફાયદો થશે.
SIP Calculator હિસાબે જોઈએ તો તમે દર મહિને માત્ર 5000 રૂપિયાની એસઆઈપી દ્વારા પણ 25 લાખનું ફંડ જમા કરી શકો છો. પરંતુ તે માટે તમારે ઓછામાં ઓછા 15 વર્ષ રોકાણ કરવું પડશે. 15 વર્ષ સુધી 5000 રૂપિયાનું રોકાણ કરવા પર તમે કુલ 9 લાખનું રોકાણ કરશો. પરંતુ તેના બદલામાં તમને 12 ટકા પ્રમાણે 16,22,880 રૂપિયાનું રિટર્ન મળશે.
આ રીતે 15 વર્ષોમાં તમે 9,00,000+16,22,880= 25,22,880 રૂપિયા ભેગા કરી શકો છો. જો આ રોકાણને તમે વધુ 5 વર્ષ યથાવત રાખો છો એટલે કે 20 વર્ષ સુધી સતત કરતા રહો તો 12 ટકા રિટર્ન પ્રમાણે 49,95,740 રૂપિયા ભેગા કરી શકો છો. જો રિટર્ન સારૂ રહ્યું તો નફો પણ સારો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે