1 જુલાઇ બાદ Aadhaar-PAN Link કરવું પડશે મોંઘું, જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત

Aadhaar Card Update: આવકવેરા વિભાગના FAQ મુજબ, હાલમાં PAN અને આધારને લિંક કરવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. વિભાગે આ દંડ 31 માર્ચ 2023 સુધી નક્કી કર્યો છે. અગાઉ, વિભાગે 30 જૂન, 2022 સુધી 500 રૂપિયાનો દંડ રાખ્યો હતો.

1 જુલાઇ બાદ Aadhaar-PAN Link કરવું પડશે મોંઘું, જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત

Aadhar PAN Linking Process and Charges: જો તમે વિચારી રહ્યા છો કે PANને આધાર સાથે લિંક કરવું ફ્રીમાં થાય છે તો આ ગેરસમજને દૂર કરી દો. આધાર અને PAN લિંક કરવા માટે ઈન્કમ ટેક્સ વિભાગ 31 માર્ચ 2023 સુધી 1000 રૂપિયાની પેનલ્ટી લઈ રહ્યું છે. અને આ સમયમર્યાદા પુરી થયા બાદ તે દંડ પણ વધારી શકે છે. કારણ કે 30 જૂન 2022 પછી આવકવેરા વિભાગે દંડ બમણો કરી દીધો હતો. આવી સ્થિતિમાં, 31 માર્ચ પછી, દંડ ફરી એકવાર વધારી શકાય છે.

શું છે નિયમ
આવકવેરા વિભાગના FAQ મુજબ, હાલમાં PAN અને આધારને લિંક કરવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. વિભાગે આ દંડ 31 માર્ચ 2023 સુધી નક્કી કર્યો છે. અગાઉ, વિભાગે 30 જૂન, 2022 સુધી 500 રૂપિયાનો દંડ રાખ્યો હતો. જેમાં જુલાઈથી વધારો કરવામાં આવ્યો. જેને ધ્યાનમાં રાખીને, જો કોઈ વ્યક્તિએ હજી સુધી PAN ને આધાર સાથે લિંક નહીં કર્યું હોય, તો તે તરત જ કરાવો, કારણ કે માર્ચ પછી વધુ દંડ ભરવો પડી શકે છે.

આવી રીતે કરો લિંક
આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકાય છે. આ અંતર્ગત આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in  પર જાઓ. અહીં ડાબી બાજુ પર ક્વિક લિંક્સનું બટન દેખાશે. તેના પર જઈને આધાર લિંક પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલશે. આ પેજ પર PAN નંબર અને આધાર નંબર નાખવાનો રહેશે. આ પછી જમણી બાજુ વેલિડેટનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, OTPથી લિંકનો વિકલ્પ ઉપલબ્ધ થશે. જેના પર ક્લિક કર્યા પછી બંને નંબરો પર ક્લિક થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news