SBIનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર, ફ્રીમાં મળશે આ 7 સર્વિસ

જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)નું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ પોતાના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર ઘણી સુવિધા આપી રહ્યું છે. તેના માટે તમારે પોતાનું ક્રેડિટ કાર્ડ યોનો એપ સાથે લિંક કરવું પડશે. YONOSBI સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરનાર ગ્રાહક જ આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ યોનો એપ અને એસબીઆઇ યોનો વેબસાઇટ દ્વારા કાર્ડલેસ કેશ નિકાળવાની સુવિધા શરૂ કરી છે. આ સર્વિસ દેશના 16 હજાર 500 એટીમોમાં શરૂ કરવામાં આવી છે. 
SBIનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર, ફ્રીમાં મળશે આ 7 સર્વિસ

નવી દિલ્હી: જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)નું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ પોતાના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર ઘણી સુવિધા આપી રહ્યું છે. તેના માટે તમારે પોતાનું ક્રેડિટ કાર્ડ યોનો એપ સાથે લિંક કરવું પડશે. YONOSBI સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરનાર ગ્રાહક જ આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ યોનો એપ અને એસબીઆઇ યોનો વેબસાઇટ દ્વારા કાર્ડલેસ કેશ નિકાળવાની સુવિધા શરૂ કરી છે. આ સર્વિસ દેશના 16 હજાર 500 એટીમોમાં શરૂ કરવામાં આવી છે. 

મળશે 7 સુવિધાઓ 
એસબીઆઇના ટ્વિટ અનુસાર, યોનો સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરતાં ગ્રાહકોને સાત પ્રકારની સુવિધાઓ મળશે. તેમાં બિલ પેમેંટ, પિન મેનેજ, કાર્ડ બ્લોક, રિવોર્ડ પોઇન્ટને ચેક કરવા વગેરે સામેલ છે.

કેવી રીતે કરી શકો છો લિંક
સૌથી પહેલાં પોતાના મોબાઇલ ફોનમાં SBI ની એપ ડાઉનલોડ કરવી પડશે. યોનો એપ ડાઉનલોડ કર્યા બાદ ગ્રાહક યૂજર આઇડી અને પાસવર્ડ નાખીને લોગઇન કરે. એપ ખુલ્યા બાદ તમે Go to Cards પર જાવ અને અહીં My Credit Card પર ક્લિક કરો. ત્યારબાદ પોતાના એસબીઆઇ ક્રેડિટ કાર્ડની ડિટેલ ભરો અને તમારું ક્રેડિટ કાર્ડ લિંક થઇ જશે. ક્રેડિટ કાર્ડ લિંક થયા બ આદ તમે મોબાઇલ વડે YONOSBI ની સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.

યોનો કેશની સુવિધા
તાજેતરમાં જ એસબીઆઇએ ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવા માટે YONO કેશને લોન્ચ કરવામાં આવી છે. નવી સર્વિસ યોનો કેશ દ્વારા હવે ગ્રાહકો એસબીઆઇના 1.65 લાખ એટીએમમાંથી ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી રકમ કાઢી શકશે. દેશમાં કાર્ડ વિના રકમ કાઢવાની સુવિધા આપનાર સ્ટેટ બેંક ઇન્ડીયા પ્રથમ બેંક છે. 

સુરક્ષિત છે YONO કેશ
YONO કેશને સુરક્ષિત બનાવવામાં આવી છે.
YONO કેશને સિક્યોર્ડ બનાવવા માટે 2 ફેક્ટરની તપાસ કરવામાં આવશે.
YONO કેશ વડે ક્લોનિંગ અને સ્કિમિંગ શક્ય નથી.
YONO કેશની મદદથી કાર્ડ સાથે જોડાયેલા ફ્રોડનું જોખમ ખતમ થશે. 
આ સેવા આપનાર એટીએમનું નામ યોનો કેશ પોઇન્ટ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news