આ સરકારી સ્કીમમાં 31 માર્ચ પહેલા કરો રોકાણ, દર મહિને મળશે 18, 500 રૂપિયા

Highest Return Policy of LIC: સરકાર વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે અનેક યોજનાઓ શરૂ કરી રહી છે. જેમાંથી પ્રધાનમંત્રી વય વંદના યોજના પણ એક છે. જે 31 માર્ચ 2023 સુધી ઉપલબ્ધ છે. આ યોજનામાં રોકાણ કરનાર માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર પેન્શન મેળવવાનું પસંદ કરી શકે છે.

આ સરકારી સ્કીમમાં 31 માર્ચ પહેલા કરો રોકાણ, દર મહિને મળશે 18, 500 રૂપિયા

Highest Return Policy of LIC: જો તમે વરિષ્ઠ નાગરિક છો અને પૈસા રોકીને સારું રિટર્ન મેળવવા માંગો છો તો તમારા માટે ખાસ યોજના છે. સારું વળતર આપતી આ યોજના 31 માર્ચે બંધ થઈ રહી છે. આ સ્કીમમાં માત્ર એક જ વાર રોકાણ કરીને તમે દર મહિને 18 હજાર 500 સુધીનું રિટર્ન મેળવી શકો છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે. જે LIC એ 4 મે, 2017ના દિવસે શરૂ કરી હતી. જે હવે નાણાંકીય વર્ષ 2023-24થી બંધ થવા જઈ રહી છે. 

આ સ્કીમમાં તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને તેમાં કુલ 10 લાખ સુધીનું રોકાણ કરવાનું રહે છે. રોકાવામાં આવેલી રાશિ સુરક્ષિત છે અને એલઆઈસી મેચ્યોરિટી બાદ મૂળ રકમ પાછી આપશે. આ યોજનાને તમે વહેલી બંધ પણ કરી શકો છો. રોકાણ કરવામાં આવેલી રાશિના અનુસાર પેન્શનની સુવિધા મળે છે. અને રોકાણ કરનાર તેની જરૂરના હિસાબથી પેન્શન ઉપાડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સરકાર વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે અનેક યોજનાઓ શરૂ કરી રહી છે. જેમાંથી પ્રધાનમંત્રી વય વંદના યોજના પણ એક છે. જે 31 માર્ચ 2023 સુધી ઉપલબ્ધ છે. આ યોજનામાં રોકાણ કરનાર માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર પેન્શન મેળવવાનું પસંદ કરી શકે છે. આ માટે કોઈ મેડિકલ પેઈજની જરૂર નથી. જો અચાનક કોઈ બીમારી આવે તો મેચ્યોરિટી પહેલા પૈસા કાઢી શકે છે. પોલીસી ખરીદ્યાના 3 વર્ષ બાદ જીવનસાથી માટે પૈસા કાઢી શકે છે કે લોન લઈ શકે છે. યોજનાની મેચ્યોરિટી પહેલા તો પોલિસી લેનારનું મૃત્યુ થઈ જાય તો રાશિ નોમિનીને આપવામાં આવશે.

આ સ્કીમની ખાસ વાત એ છે કે, તેમાં પતિ-પત્ની બંને રોકાણ કરી શકે છે. જો તમે 15-15 લાખનું રોકાણ કરો છો તો કુલ 30 લાખ થશે. જેનું તમને 9250-9250 રૂપિયા એટલે કે કુલ 18, 500 રૂપિયા દર મહિને પેન્શન મળી શકે છે. આ યોજનાનો લાભ 60 વર્ષની ઉપરના નાગરિકો જ લઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news