એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા

Life Insurance : આ એક ઈમીડિએટ એન્યૂટી પ્લાન છે. આ પ્લાન હેઠળ તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર પેન્શન લઈ શકો છો. એટલે કે આ સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને પેન્શન મેળવી શકો છો.

એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા

small savings schemes : એલઆઈસી દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. તેની પાસે ગ્રાહકો માટે ઘણી શાનદાર સ્કીમ્સ છે. તેમાંથી એક સ્કીમ સરળ પેન્શન યોજના છે. આ યોજના હેઠળ સબ્સક્રાઇબરને આજીવન પેન્શન મળતું રહે છે. એટલું જ નહીં તમારે માત્ર એકવાર પૈસા આપવા પડે છે. તમે માત્ર 40 વર્ષની ઉંમરથી આ યોજના હેઠળ પેન્શન પ્રાપ્ત કરવાનું શરૂ કરી શકો છો.

આ એક ઇમીડિએટ એન્યૂટી પ્લાન છે. આ પ્લાન હેઠળ તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર પેન્શન લઈ શકો છો. માસિક તરીકે પેન્શન લેવાથી આ એક પ્રકારે પગાર સમાન લાગે છે. તેથી નિવૃત્ત થયા બાદ પણ તમને નિયમિત પૈસા મળતા રહેશે.

કોણ કરી શકે છે રોકાણ?
આ સ્કીમમાં 40થી લઈને 80 વર્ષની ઉંમર સુધીની કોઈપણ વ્યક્તિ પૈસા લગાવી શકે છે. પોલિસી ખરીદતા સમયે તમારે માત્ર એકવાર પ્રીમિયમ ભરવું પડશે. પોલિસી લેવાની સાથે પેન્શનનો લાભ મળવાનું શરૂ થઈ જાય છે. આ યોજના હેઠળ કોઈ કારણે પોલિસી ખરીદનારનું મૃત્યુ થાય છે તો તે જમા રકમને નોમિનીને પરત કરી દેવામાં આવે છે. આ પોલિસી શરૂ થવાના છ મહિના બાદ ગમે ત્યારે સરેન્ડર કરી શકાય છે. 

ન્યૂનતમ-મહત્તમ મર્યાદા
આ યોજનામાં પૈસા લગાવવાની મહત્તમ કોઈ મર્યાદા નથી. પરંતુ ન્યૂનત્તમ 1000 રૂપિયાના પેન્શન માટે રોકાણ કરવું પડશે. 1000 રૂપિયાના પેન્શન માટે તમારે એક સાથે 2.50 લાખ રૂપિયા જમા કરવા પડશે. તેમાં ઉંમર પણ એક ફેક્ટર હશે. જો કોઈપણ 42 વર્ષની વ્યક્તિ 30 લાખ રૂપિયાની એન્યૂટી ખરીદે છે તો તેને દર મહિને 12,388 રૂપિયા પેન્શનના રૂપમાં મળશે. આ પોલિસીને સિંગલ લાઇફ કે જોઈન્ટ લાઇફ તરીકે લઈ શકાય છે. જોઈન્ટ સ્કીમમાં એક જીવનસાથીનું મૃત્યુ થવા પર બીજાને પૈસા મળતા રહેશે. બંનેનું મૃત્યુ થવા પર નોમિનીને પૈસા પરત કરી દેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news