ADANI ગ્રુપમાં રોકાણથી LICને મોટો ફટકો : 50 દિવસમાં 50000 કરોડનું નુકસાન!
LIC notional loss: ગયા વર્ષે 31 ડિસેમ્બર, 2022ના રોજ વીમા જાયન્ટ કંપનીનું રોકાણ મૂલ્ય રૂ. 82,970 કરોડ હતું, જે 23 ફેબ્રુઆરી, 2023ના રોજ ઘટીને રૂ. 33,242 કરોડ થયું હતું. આ હિસાબે આ 50 દિવસમાં LICને 49,728 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ LIC ભલે ના સ્વીકારે પણ અદાણીના ધોવાણમાં એલઆઈસી પણ ધોવાઈ છે. હિંડનબર્ગના (Hindenburg)ભવરમાં ફસાયેલા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે. અદાણીની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કરનાર LICને પણ ઝટકો લાગી રહ્યો છે. અદાણીના શેરમાં સતત ઘટાડાને કારણે દેશની સૌથી મોટી વીમા કંપનીને માત્ર 50 દિવસમાં રૂ. 50,000 કરોડથી વધુનું નુકસાન થયું છે.
50 દિવસ પહેલા LICનું રોકાણ કેટલું હતું?
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, LIC એ ગૌતમ અદાણીની કંપનીઓમાં (LIC Investment In Adani Shares) જંગી રોકાણ કર્યું છે. 31 ડિસેમ્બર 2022ના રોજ વીમા કંપનીનું રોકાણ મૂલ્ય રૂ. 82,970 કરોડ હતું, જે 23 ફેબ્રુઆરી 2023ના રોજ ઘટીને રૂ. 33,242 કરોડ થઈ ગયું છે. આ હિસાબે આ 50 દિવસમાં LICને 49,728 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા એક મહિનામાં હિંડનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયા બાદથી નુકસાનમાં ઝડપથી વધારો થયો છે.
LICના શેર adani સાથે ઘટ્યા
LIC એ અદાણી ગ્રુપની લગભગ તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે. તેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીનો સમાવેશ થાય છે. બિઝનેસ ટુડે અનુસાર, નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી LICના રોકાણ અંગે એક્સચેન્જમાં સત્તાવાર ફાઇલિંગ ન થાય ત્યાં સુધી અમે કોઈ ટિપ્પણી કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે બજારમાં રોકાણનું મૂલ્ય બદલાતું રહે છે. LICના શેરની વાત કરીએ તો શુક્રવારે સમાચાર લખાય છે ત્યાં સુધી તેઓ ઘટાડા સાથે 585.70 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
ગ્રુપનો MCap $100 બિલિયનથી નીચે છે
24 જાન્યુઆરીએ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર તેનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં શેર અને દેવાની હેરાફેરી અંગે મોટા દાવા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરમાં ઘટાડાને કારણે અદાણી ગ્રુપની માર્કેટ મૂડીમાં રૂ. 12 લાખ કરોડનો ઘટાડો થયો છે અને તે $100 બિલિયનની નીચે પહોંચી ગયો છે. 25 ફેબ્રુઆરી, 2023થી શરૂ થયેલા LICમાં રોકાણ કરાયેલા તમામ શેરોમાં ઘટાડો હજુ પણ ચાલુ છે.
શેરોમાં સુનામીએ ભાવ ખૂબ જ ઘટાડ્યા
જો તમે અદાણીના શેરના ઘટાડાને જોઈએ તો એક મહિનામાં Adani Total Gasના ભાવમાં 80.68%નો ઘટાડો થયો છે, જ્યારે Adani Transmissionમાં 74.21%, Adani Green Energyનો 73.50% અને Adani Enterprisesના ભાવમાં 64.10% નો ઘટાડો થયો છે. આ સિવાય Adani Power 48.40%, NDTV 41.80% સુધી નીચે આવ્યો છે. Adani Wilmar, Ambuja Cements, Adani Ports અને ACCના શેરમાં પણ 28% થી 40% નો ઘટાડો નોંધાયો છે.
અદાણી અમીરોની યાદીમાં ક્યાં પહોંચ્યા?
શેરના પતનની સાથે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ દરેક પસાર થતા દિવસમાં ઘટાડો થતો ગયો અને હિન્ડેનબર્ગનો કહેર એવો ફેલાયો છે કે અદાણી અબજોપતિઓની યાદીમાં ટોપ-4માંથી 29માં સ્થાને સરકી ગયા છે. Bloomberg Billionaires Index અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $41.7 બિલિયન થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે