LIC Policy Jeevan Utsav: જીવનભર કમાણી કરાવશે આ નવો પ્લાન, વ્યાજથી રૂપિયા કમાવો અને ઈચ્છો ત્યારે કાઢી લો
LIC Jeevan Utsav Plan: એલઆઈસીએ બુધવારે પોતાની નવી પોલિસી જાહેર કરી. તેમાં ગેરેન્ટેડ રિટર્નનું વચન આપવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે પોતાની નવી સેવા જીવન ઉત્સવ (LIC Jeevan Utsav)રજૂ કરી છે. તેમાં ગેરેન્ટેડ રિટર્નનું વચન આપવામાં આવ્યું છે. . LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તે એક 'નોન-લિંક્ડ', નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત બચત, સંપૂર્ણ જીવન વીમા યોજના છે.
LIC નો જીવન ઉત્સવ પ્લાન નંબર 871 છે, જે આજીવન ગેરેન્ટેડ રિટર્નની સાથે આવે છે. તેમાં તમને પૂર્ણ ઉંમર જીવન વીમા અને લાભ ચૂકવણીનો વિકલ્પ મળશે. તેમાં સીમિત પ્રીમિયમ ચૂકવણી સમયગાળો 5થી 16 વર્ષ છે. પ્રીમિયમ ભરવા દરમિયાન ગેરેન્ટેડ વધારાની જોગવાઈ છે. તેમાં નિયમિત આવક લાભ અને ફ્લેક્સી આવકનો લાભ મળશે. લઘુત્તમ મૂળભૂત વીમા રકમ 5 લાખ રૂપિયા હશે. પોલિસી શરૂ કરતી વખતે લઘુત્તમ વય 18 હોવી જોઈએ અને પ્રીમિયમ પૂર્ણ થવાના સમયે મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ. આ યોજના સાથે, LIC પોલિસીધારકને 5.5% ના દરે વાર્ષિક વ્યાજ પણ આપશે. જો કે, પોલિસીધારકને આ પ્લાન સાથે મેચ્યોરિટી લાભ મળશે નહીં.
पेश है एलआईसी का जीवन उत्सव - आजीवन गारंटीड रिटर्न तथा लाभ चुनने के विकल्प के साथ पूर्ण आयु जीवन बी
— LIC India Forever (@LICIndiaForever) November 29, 2023
LIC ચેરમેને કરી હતી પ્લાનની જાહેરાત
એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ તાજેતરમાં નવી સેવાની કેટલીક વિશેષતાઓ જણાવતા કહ્યું કે તે નક્કી રિટર્ન પ્રદાન કરશે અને તેના પૂર્ણ થયા બાદ પોલિસીધારકને જીવન ભર વીમા રકમના 10 ટકા મળશે. મોહંતીએ કહ્યુ હતું કે નવી પ્રોડક્ટ બજારમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. દરેક જાણવા ઈચ્છે છે કે તે કેટલી ચૂકવણી કરી રહ્યાં છે અને 20-25 વર્ષ બાદ તેને કેટલો લાભ મળશે. તેમણે કહ્યું કે આ સિવાય લોનની સુવિધા અને સમય પહેલા ઉપાડ પણ આ નવી સેવાની વિશેષતાઓમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે