બોમ્બે સ્ટોક એક્સચેંજ વધુ એક રેકોર્ડનું સાક્ષી! 29 નવેમ્બર 2023નો દિવસ શેરબજારના ઈતિહાસમાં અંકિત થઈ ગયો!
BSE Mcap: કેવા સંજોગોમાં આ રેકોર્ડ સર્જાયો છે. દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરની નજીક પહોંચ્યું છે, ત્યારે ભારતના શેર બજારે તો આ આંકડો પાર પણ કરી લીધો છે. 29 નવેમ્બર 2023નો દિવસ શેરબજારના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: બોમ્બે સ્ટોક એક્સચેંજ બુધવારે એક રેકોર્ડનું સાક્ષી બન્યું છે. શેરોમાં તેજી વચ્ચે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 4 ટ્રીલિયન ડોલરને પાર કરી ગઈ. આમ પહેલી વાર બન્યું છે. કેવા સંજોગોમાં આ રેકોર્ડ સર્જાયો છે. દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરની નજીક પહોંચ્યું છે, ત્યારે ભારતના શેર બજારે તો આ આંકડો પાર પણ કરી લીધો છે. 29 નવેમ્બર 2023નો દિવસ શેરબજારના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે.
બુધવારે ટ્રેડિંગની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટી જ્યાં વધારા તરફી હતા ત્યાં, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 333 લાખ કરોડ રૂપિયા એટલે કે 4 ટ્રીલિયન ડોલરના જાદૂઈ આંક સુધી પહોંચી હતી. ભારતીય શેર બજારના ઈતિહાસમાં આમ પહેલી વાર થયું છે. આ મોટા અહેવાલ વચ્ચે સેન્સેક્સ 727 પોઈન્ટ વધીને બંધ આવ્યો. આ સાથે જ ભારતીય શેર બજાર માર્કેટ વેલ્યૂની દ્રષ્ટિએ દુનિયાનું પાંચમા ક્રમનું શેરબજાર બન્યું છે, પહેલા ચાર શેરબજારોમાં યુએસ, ચીન, જાપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે.
માર્કેટ કેપને એક ટ્રીલિયન ડોલરથી બે ટ્રીલિયન ડોલર સુધી પહોંચવામાં 10 વર્ષ, અને બે ટ્રીલિયન ડોલરથી ચાર ટ્રીલિયન ડોલર સુધી પહોંચવામાં સાડા પાંચ વર્ષ અને એક ટ્રીલિયન ડોલરથી 4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં 17 વર્ષનો સમય લાગ્યો છે. સમય લાગ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ મે 2007માં એક ટ્રીલિયન ડોલરને પાર પહોંચી હતી. ત્યારબાદ જુલાઈ 2017માં માર્કેટ કેપ 2 ટ્રીલિયન ડોલરને પાર પહોંચી હતી. મે 2021માં માર્કેટ કેપ 3 ટ્રીલિયન ડોલરને સ્પર્શી હતી. આ વર્ષે 15 સપ્ટેમ્બરે સેન્સેક્સ 67 હજાર 927 પોઈન્ટની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જો કે હાલ સેન્સેક્સ આ સપાટીથી બે ટકા નીચે એટલે કે 66901 પોઈન્ટની સપાટીએ છે.
BSEની માર્કેટ કેપમાં આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 600 અબજ ડોલરનો વધારો થયો છે. શેરબજારે આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરી છે, જ્યારે રૂપિયો ડોલરની સામે રેકોર્ડ નીચી સપાટીએ અને સોનુ રેકોર્ડ ઉંચી સપાટીએ છે. શેરબજારના ઐતિહાસિક આંકડા પાછળ કેટલાક કારણો દેખીતી રીતે જવાબદાર છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જ્યાં વિદેશી સંસ્થાગત રોકાણકારો શેર વેચી રહ્યા હતા, ત્યાં નવેમ્બરમાં અત્યાર સુધી આ રોકાણકારોએ 2900 કરોડના શેર ખરીદ્યા છે.
આ વર્ષે અત્યાર સુધી વિદેશી સંસ્થાગત રોકાણકારોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદ્યા છે, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 177.5 લાખ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આ ઉપરાંત બીજા ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામ, ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો, GDP વૃદ્ધિદરમાં વધારો તેમજ રેટિંગ એજન્સીઓએ ભારતનું રેટિંગ વધારીને ઓવરવેઈટ કરતાં તેની સીધી અસર શેરબજાર પર પડી છે. ત્રીજી ડિસેમ્બરે જ્યારે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થવાના છે, ત્યારે શેરબજાર માટે સોમવારનો દિવસ નિર્ણાયક બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે