મહિલાઓ માટે સરકારની શાનદાર સ્કીમ લોન્ચ, 3 વર્ષ સુધી મળશે ટ્રેનિંગ, દર મહિને થશે આટલી આવક

LICની બીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 3 વર્ષમાં દેશભરમાંથી 2 લાખ વીમા સખીઓ તૈયાર કરવામાં આવશે. દરમિયાન, તેમને તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન તેમને દર મહિને પૈસા આપવામાં આવશે. જાણો આ યોજનાથી મહિલાઓને શું લાભ મળશે, તેમને કેટલું સ્ટાઈપેન્ડ મળશે અને યોજના માટે કેવી રીતે અરજી કરવી.

મહિલાઓ માટે સરકારની શાનદાર સ્કીમ લોન્ચ, 3 વર્ષ સુધી મળશે ટ્રેનિંગ, દર મહિને થશે આટલી આવક

LIC ની વીમા સખી યોજના (LIC Bima Sakhi Scheme)આજે લોન્ચ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાનીપતમાં આ યોજનાને લોન્ચ કરી છે. સ્કીમ લોન્ચ થતાં પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં એલઆઈસી દ્વારા મહિલાઓની આર્થિક સુરક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે. LIC દ્વારા મહિલાઓને રોજગાર પણ આપવામાં આવી રહ્યો છે. LICની 50 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે. દેશભરમાં ત્રણ હજાર આઠસોથી વધુ શાખાઓમાં વીમા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. વર્ષ 2017માં LICમાં 6 લાખ મહિલા એજન્ટો હતા અને હવે તેમની સંખ્યા વધીને 7.4 લાખ થઈ ગઈ છે. એલઆઈસીમાં મહિલાઓની વધતી ભાગીદારી વચ્ચે બીમા સખી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3 વર્ષમાં તૈયાર થશે 2 લાખ વીમા સખી
નાણામંત્રીએ કહ્યું કે 3 વર્ષમાં દેશભરમાં 2 લાખ વીમા સખી તૈયાર કરવાની યોજના છે. આ વચ્ચે તેણે ત્રણ વર્ષની ટ્રેનિંગ લેવી પડશે. આ ટ્રેનિંગ સરકાર તરફથી આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ એક પરીક્ષા આપી મહિલાઓ વિકાસ અધિકારી પણ બની શકે છે. 18થી 70 વર્ષની મહિલાઓ આ સ્કીમનો ફાયદો લઈ શકે છે.

ટ્રેનિંગ દરમિયાન દર મહિને થશે કમાણી
નાણામંત્રીએ કહ્યું કે દેશભરમાંથી પ્રશિક્ષિત બીમા સખીઓને તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં મહિલાને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે, દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે, દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. આ રીતે મહિલાઓ 3 વર્ષમાં 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરશે. આ ઉપરાંત, તેણી તેના કમિશન દ્વારા તેની આવક પણ વધારી શકે છે.

જાણો અરજી કરવાની શરતો
વીમા સખી યોજનાઓ માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. અરજી કરવા માટે તેની પાસે મેટ્રિક/હાઈસ્કૂલ/10 પાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. 18થી 70 વર્ષ સુધીની મહિલાઓ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. પાત્ર મહિલાઓને સરકાર તરફથી ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ મહિલાઓ વીમા એજન્ટના રૂપમાં કામ કરશે. 

કઈ રીતે કરશો અરજી
LIC ની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 ઓપન કરો.
સ્ક્રોલ કરી નીચે તરફ જાવો. નીચે તમને Click here for Bima Sakhi નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
અહીં માંગવામાં આવેલી જાણકારી જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સરનામું ભરો.
જો તમે LIC ઈન્ડિયાના કોઈ એજન્ટ/ડેવલોપમેન્ટ ઓફિસર/કર્મચારી/મેડિકલ એક્ઝામિનર સાથે સંબંધ છે તો તેની જાણકારી આપો.
અંતમાં કેપ્ચા કોડ ભરી સબમિટ બટન પર ક્લિક કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news