ગુડ ન્યૂઝ : ભારતમાં નહીં રહે કોઇ ગરીબ, આ ઝડપે દૂર થઇ રહી છે ગરીબી...

ભારતીયો માટે ઘણા મહત્વના આ સમાચાર છે. આ સમાચાર પૂરા વાંચશો એટલામાં તો વધુ કેટલાક લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવી ગયા હશે. એક રિપોર્ટ અનુસાર દર એક મિનિટે 44 લોકો અત્યંત ગરીબની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે.  

ગુડ ન્યૂઝ : ભારતમાં નહીં રહે કોઇ ગરીબ, આ ઝડપે દૂર થઇ રહી છે ગરીબી...

નવી દિલ્હી : ભારતીયો માટે ઘણા મહત્વના આ સમાચાર છે. આ સમાચાર પૂરા વાંચશો એટલામાં તો વધુ કેટલાક લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવી ગયા હશે. એક રિપોર્ટ અનુસાર દર એક મિનિટે 44 લોકો અત્યંત ગરીબની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે. જે દુનિયામાં ગરીબી ઘટવાનો સૌથી ઉંચો આંક છે. આ ગતિ અને આંકડા સાથે ગરીબી મામલે ભારત એક પગથિયું સારી બાજુ ઉપર ચડ્યું છે. 

બ્રુકિંગ્સના બ્લોગને ટાંકીને ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક દ્વારા પ્રસિધ્ધ અહેવાલમાં કહેવાયું છે કે, આ ગતિ સાથે ભારત સૌથી ગરીબ દેશોની યાદીમાં એક સ્ટેપ સુધર્યું છે. ભારતમાં પ્રતિ મિનિટે 44 લોકો અત્યંત ગરીબી રેખામાંથી બહાર આવી રહ્યા છે. જો આ સ્થિતિ અને ગતિ યથાવત રહે તો આ વર્ષે ભારત વધુ એક સ્ટેપ નીચે ઉતરી ત્રીજા સ્થાને આવી શકે છે. બ્રુકિંગ્સના એક બ્લોગમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અત્યંત ગરીબી રેખામાં એવા લોકો આવે છે જેમની પાસે રોજીંદા ગુજારા માટે 1.9 ડોલર (અંદાજે 125 રૂપિયા ) નથી. અભ્યાસ કહે છે કે 2022 સુધી માત્ર 3 ટકા જ ભારતીયો આ રેખામાં રહેશે જ્યારે 2030 સુધીમાં દેશમાંથી ગરીબી ખતમ થઇ જશે. 

બ્રુકિંગ્સના ફ્યૂચર ડેવલપમેન્ટ બ્લોગમાં પ્રકાશિત આ રિપોર્ટ બતાવે છે કે, મે 2018ના અંત સુધીમાં ભારતના 7 કરોડ 30 લાખ અત્યંત ગરીબ લોકોની સરખામણીએ નાઇઝીરીયામાં 8 કરોડ 70 લાખ લોકો અત્યંત ગરીબ છે. નાઇઝીરીયામાં દર મિનિટે 6 લોકો ભીષણ ગરીબીની ચૂંગાલમાં સપડાઇ રહ્યા છે. 

અહીં નોંધનિય છે કે, ગરીબી માપવાના અંતરના કારણે અત્યંત ગરીબ લોકોમાં થઇ રહેલા ઘટાડાનો આંક ભારત સરકારના પોતાના સર્વેથી મેળ નથી ખાઇ રહ્યો. વર્લ્ડ બેંકના અનુસાર 2004થી 2011 વચ્ચે ભારતમાં ગરીબીની કુલ સંખ્યા 38.9 ટકાથી ઘટીને 21.2 ટકા થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news