VIDEO:આનંદ મહિન્દ્રાએ પી.એમ મોદી માટે કહી આ વાત, પછી થયો તાળીઓનો વરસાદ

પ્રધાનમંત્રી મોજી અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો આનંદ મહિન્દ્રાએ પીએમ માટે કંઇક એવું કહ્યું કે, આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજૂ ઉઠ્યો હતો. 
 

VIDEO:આનંદ મહિન્દ્રાએ પી.એમ મોદી માટે કહી આ વાત, પછી થયો તાળીઓનો વરસાદ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આનંદ મહિન્દ્રાએ પીએમ મોદી માટે કંઇક એવું કહ્યું કે, આખો હોલ તાળિયોના ગડગડાટથી ગૂજી ઉઠ્યો હતો. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી પોતાની જાતને પણ રોકી ન શક્યા અને પોતે પણ મહેન્દ્રાની વાત પર વાહ-વાહ કરવા લાગ્યા હતા. ખરેખર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો બે દિવસ પહેલાનો એટલે કે 24 ઓક્ટોબરે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમનો છે. 

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ‘સેલ્ફ ફોર સોસાયટી’(self4society.mygov.in) એપ લોન્ચ કરી હતી. આ દરમિયાન વી઼ડિયો કોન્ફરન્સ દકમિયાન તમામ આઇટી પ્રોફેશનલ્સને સંબોધિત કર્યા હતા, એપના શુભારંભના સમયે મંચ પર પ્રધાનમંત્રી મોદીએ ઇલેક્ટ્રોનિક ઉદ્યમિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ આનંદ મહિન્દ્રા સાથે પણ વાતચીત કરી હતી. 

મહિન્દ્રાએ કહ્યુ ‘રોશની તો આપસે આ રહી હૈ પ્રધાનમંત્રી જી ’
આનંદ મહિન્દ્રા સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આનંદજી બાજુમાં લાઇટ નથી આવતી અંધારૂ દેખાઇ રહ્યું છે. ત્યાર બાદ આનંદ મહિન્દ્રાએ કહ્યું કેસ ‘રોશની તો આપસે આ રહી હૈ પ્રધાનમંત્રી જી’ મહેન્દ્રાએ વડાપ્રધાના વખાણ માટે ઉપયોગ કરેલા શબ્દોને સાંભળીને આખા હોલમાં તાળીઓથી ગુંજી ઉઠી હતી. અને આ વાક્ય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહેન્દ્રાના વખાણ કર્યા હતા. તાલીઓનો ગડગડાટ ઓછો થતા મહિન્દ્રા ફરી વાર બોલ્યા ‘માફ કીજિએગા મે શાયર તો નહી’

સરકાર પાસે અનેક સ્કીમો અને બજેટ 
‘સેલ્ફ ફોર સોસાયટી’હું નહી પણ અમેની થીમ પર કામ કરશે. આ પોર્ટલ આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા કારોબારી સંગઠનોના સામાજીક ચિંતાઓ અને સમાજ સેવા સાથે જોડાણ કરવાના પ્રયાસો કરી એક સાથે એક મંચ પર લાવશે. આ સમય દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છેસ કે લોકો એકબીજા માટે કામ કરવા માંગે છે, તે લોકો સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માંગે છે. તેમણે એ પણ કહ્યું કે સરકાર પાસે અનેક સ્કીમ અને બજેટ છે. પરંતુ જ્યા સુધી લોકો એક સાથે મળીને કામ કરવા માટે તૈયાર નહિં થાય ત્યા સુધી તે સફળ નહિં થાય. 
 
પીએમ એ આ સમયે એ પણ કહ્યું કે તમામ પ્રયત્નો નાના અને મોટાના મહત્વ દેખાડે છે, તેમણે વધુમાં કહ્યું કે આપણે એના પર વિચાર કરવો જોઇએ કે આપણી તાકાતને ઉપયોગ કરીને સમાજ અને સકારાત્મક બદલાવ લાવવો જોઇએ, તેમણે એ પણ કહ્યું કે, હું જોઇ રહ્યો છું કે ભારતીય યુવાનોમાં ટેકનિકલ પાવર વધી રહ્યો છે. ભારતનો યુવાન ટેકનિકનો ઉપયોગ પોતાના માટે નહિ પણ બીજાના ભલા માટે પણ કરી રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news