Gautam Adani life: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ

Gautam Adani facts: ભારતના સૌથી અમીર શખ્સ એટલે ગૌતમ અદાણી. જેમની લાઈફ વિશે જાણવામાં સૌ કોઈને રસ હોય છે. ત્યારે આજે અમને જણાવીશું ગૌતમ અદાણીની લાઈફ વિશે અને તેમના શોખ વિશે.

Gautam Adani life: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ

Gautam Adani Business: ગૌતમ અદાણી. આ નામ જ પુરતું છે. ભારતના સૌથી અમીર શખ્સનું જીવન કેવું છે તે જાણવા સૌ કોઈ માંગે છે. તમને એ જાણીને નવાઈ લાગસે કે ગુજરાતી એવા ગૌતમ અદાણી પત્ની પ્રીતિ અદાણીની સાથે અઠવાડિયામાં 3-4 વાર રમી જરૂર રમે છે. ભલે ક્યારેક કામમાં રોકાયેલા હોય અને ઘરે મોડા પહોંચે પણ રમી રમવાનું નથી ભૂલતા. અદાણીના કહેવા પ્રમાણે તેમની સામેની આ રમતમાં તેમના પત્ની હંમેશા જીતી જાય છે. ગૌતમ અદાણીના કહેવા પ્રમાણે રમી રમવામાં તેમને મજા આવે છે અને પત્ની સાથે સમય પણ વિતાવી શકાય છે.

આ પણ છે અદાણીનો શોખ
રમી રમવાની સાથે ગૌતમ અદાણીને જૂના ગીતોનો ખૂબ જ શોખ છે. તેમને મિત્રો ગણતરીના જ છે. તેઓ મોટા ભાગે એકલા ચાલવાનું કે કસરત કરવાનું પસંદ કરે છે. તેમને જૂના હિંદી ગીતો પસંદ છે ખાસ કરીને મુકેશ કુમાર અને કિશોર કુમારના.

પત્ની પણ નથી કમ
ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણી એક ડેન્ટિસ્ટ છે. તેમણે ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ અદાણી ગ્રુપના ચેરપર્સન પણ છે. સાથે CSR વિંગ પણ જુએ છે.  પ્રીતિ અદાણી ભોજન બનાવવાના શોખીન છે. જ્યારે પણ સમય મળે ત્યારે જમવાનું બનાવે છે અને તેમને પરિવાર સાથે સમય વિતાવવો પસંદ છે.

આટલી મહેનત કરે છે ગૌતમ અદાણી
ગૌતમ અદાણી રોજના ઓછામાં ઓછા 12 કલાક કામ કરે છે. તેમનું કહેવું છે કે, જ્યારે તેઓ કામ કરે છે ત્યારે તેઓ રિલેક્સ રહે છે. ત્યાં સુધી કે તેઓ રજા પર જાય તો પણ કામ સાથે લઈને જાય છે. ગૌતમ અદાણી હંમેશા તેમના સાથીઓને એક ઉદ્યોગ સાહસિકની જેમ વિચારવાનું સલાહ આપે છે. સાથે જ જો તેમનું કોઈ નિર્ણય ખોટો સાબિત થાય તો તેમની સાથે ઉભા રહે છે. તેમને નિર્ણયમાં તેમનો સાથ આપે છે.

અંબાણી પરિવારના આ સભ્યને માને છે આદર્શ
ગૌતમ અદાણી રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીનો તેઓ પોતાના આદર્શ માને છે. અદાણીના કહેવા પ્રમાણે તેઓ ધીરુભાઈ અંબાણીને એક જ વાર મળ્યા છે પરંતુ તેમનાથી ઘણા પ્રભાવિત છે. તેઓ ધીરુભાઈ વિશે વાંચતા અને જાણતા રહે છે. તેમનું જીવન ખૂબ જ પ્રેરણા આપે છે.

ખાવાના છે શોખીન
ગૌતમ અદાણી શુદ્ધ શાકાહારી છે. અને ગુજરાતી ભોજન તેમને ખૂબ જ પસંદ છે. અદાણી ક્યાંય જાય તો ત્યાનું ભોજન જરૂરથી ટ્રાય કરે છે. રજાઓ માણવા માટે સ્વિટઝરલેન્ડ તેમની માનીતી જગ્યા છે. અદાણી પાસે ચાર પ્રાઈવેટ જેટ છે અને લક્ઝરી ગાડીઓ છે. તેઓ મોટાભાગે બુલેટપ્રુફ અલ્ફાર્ડ કારમાં ઓફિસ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news