Coronaના ડરથી work from home નોકરીની ડિમાન્ડ એકાએક વધી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus) ના પગલે કરાયેલા લોકડાઉનમાં માત્ર ભારતનું જ નહિ, પરંતુ વિશ્વભરનું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું છે. ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા છે. લોકોની આવક બંધ થઈ ગઈ છે. વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. આ લોકડાઉન વચ્ચે એક બાબત સૌથી વધુ પોપ્યુલર બની છે. વર્ક ફ્રોમ હોમ (work from home). લોકડાઉનમાં પણ અનેક એવા કામ છે જે ઘરે બેસીને કરી શકાય છે. આઈટી સબિત અનેક ક્ષેત્રના કામકાજ ઘરે બેસીને થઈ રહ્યા છે. ત્યારે હવે મોટાપાયે રિમોટ વર્કિંગ એટલે કે વર્ક ફ્રોમ હોમ નેચરવાળી નોકરીઓ લોકો શોધી રહ્યાં છે.
વડોદરામાં કોરોનાના મૃતક દર્દીની એવી અંતિમક્રિયા કરી કે અન્ય લોકોને પણ ચેપ લાગે
લોકડાઉન વચ્ચે આવેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નોકરી શોધનારા લોકો 'remote', 'work from home'અને તેનાથી લગતા શબ્દોની સાથે નોકરીઓ શોધી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, આ પ્રકારની નોકરીઓ શોધનારાઓની સંખ્યામાં ફેબ્રુઆરીથી અત્યાર સુધી 261 ટકાનો વધારો થયો છે.
સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના નીકળતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો
ભારતની કુલ કામકાજી વસ્તીમાં યુવાઓની સંખ્યા 50 ટકાથી વધુ છે. નોકરી શોધનારાઓમાં ખાસ કરીને યુવા છે. યુવાઓ નોકરીની તક શોધતા સયમે ફ્લેક્સિબિલિટી પર હંમેશા ફોકસ કરે છે. આ પ્રકારની ચેલેન્જભરી પરિસ્થિતિમાં રિમોટ લોકેશનથી કામ ચાલુ રાખવાથી નોકરી શોધનારાઓની સાથે કંપનીઓનો બિઝનેસ પણ ચાલુ રહે છે. જેથી બંનેને ફાયદો થાય છે.
રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ
એક રિસર્ચ એમ પણ કહે છે કે, નોકરી શોધનારા 83 ટકા લોકો વર્ક ફ્રોમ હોમ ઓપ્શનને મહત્વની બાબત તરીકે જુએ છે. તો 53 ટકા લોકો આ સુવિધા સાથે સહમત થાય છે કે, જો તેઓને ઘરથી કામ કરવાની સુવિધા મળે તો તેઓ ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર છે. આ રીતે અંદાજે 56 ટકા કર્મચારી અને 83 ટકા ગ્રાહક એમ માને છે કે, કામકાજમાં ફ્લેક્સિબિલિટી આપવાથી પ્રોડક્ટિવિટી વધવામાં મદદ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે