ભારતના આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ આજથી 2.50 રૂપિયા સસ્તુ મળશે

 ઝારખંડ મંત્રીમંડળા રાજ્યમાં પેટ્રોલ તેમજ ડીઝલ પર 2.50 રૂપિયા વેટ ઘટાડવાના સરકારના નિર્ણયને મંગળવારે સ્વીકૃતિ આપી દીધી છે. મુખ્યમંત્રી રઘુવીર દાસની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 

ભારતના આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ આજથી 2.50 રૂપિયા સસ્તુ મળશે

રાંચી : ઝારખંડ મંત્રીમંડળા રાજ્યમાં પેટ્રોલ તેમજ ડીઝલ પર 2.50 રૂપિયા વેટ ઘટાડવાના સરકારના નિર્ણયને મંગળવારે સ્વીકૃતિ આપી દીધી છે. મુખ્યમંત્રી રઘુવીર દાસની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 

આ મંત્રીમંડળ ઝારખંડ મૂલ્યવર્ધિત કર અધિનિયમ, 2005ની સાથે સંલગ્ન અનસૂચી 2.ઈમાં સંશોધન કરીને ડીઝલ તેમજ પેટ્રોલ પર વેટની રકમમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર ઓછી કરવાની સ્વીકૃતિ આપી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 4 ઓક્ટોબરના રોજ પેટ્રોલિયમ પદાર્થોના તેજીથી વધી રહેલા ભાવને રોકવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાજ્ય સરકારોએ પણ પોતાને ત્યાં લાગતા વેટમાં 2.50 રૂપિયા ઘટાડવાની પોતાના નાગરિકોને આશ્વાસન આપ્યું હતું. આ આધાર પર દેશભરમાં અનેક રાજ્યોએ પોતાના રાજ્યમાં વેટમાં 2.50 રૂપિયાની છૂટ જાહેર કરી હતી. આ રાજ્યોમાં ઝારખંડ પણ સામેલ હતું. 

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી કાચા તેલના ભાવમાં આવેલા મોટા ઘટાડા બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલની ભાવમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. જોકે, ગત શુક્રવાર બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. હકીકતમાં, સાઉદી અરબે તેલના ભાવમાં આવેલા ઘટાડાને રોકવા માટે આપૂર્તિમાં ઘટાડો કરવાની વાત કહી હતી. જેનાથી ભાવમાં થોડી તેજી આવી છે, પરંતુ માર્કેટના જાણકારો કહે છે કે, અમેરિકામાં કાચા તેલના ભંડાર વધવાથી કિંમતો પર અંકુશ રહેશે. પેટ્રોલ 4 ઓક્ટોબરના રોજ રેકોર્ડબ્રેક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારથી દિલ્હીમાં તેના ભાવ 84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું હતું. આ જ દિવસે ડીઝલ પણ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. દિલ્હીમાં તે 75.45 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 80.10 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 ઓગસ્ટથી વધવાની શરૂઆત થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news