જેટ એરવેઝ ઇકોનોમી ક્લાસના યાત્રીઓને હવે નહિ આપે આ સુવિધા, જાણો કારણ
જેટ એરવેઝે તેમની વેબસાઇટ દ્વારા ગ્રાહકોને જાણકારી આપી કે લોજનો ઉપયોગ તથા વધારાની સુવિધા સાથે જોડાયેલ સુધારેલી નીતિ એક ડિસેમ્બરથી અસરકારક હશે.
Trending Photos
મુંબઇ: જેટ એરવેઝના ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરનારા જેટ પ્રિવિલેઝ પ્લેટિનમ અને ગોલ્ડ શ્રેણીના પ્રવાસીઓ માટે મળનારી લોજ સેવા અસ્થાઇ રૂપે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ખાનગી વિમાન કંપની વિમાનના ઇંધણની કિંમતોમાં વૃદ્ધિ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ઉચ્ચ સંચાલન ખર્ચની મુશ્કેલીઓ પડી રહી છે. જેટ એરવેઝે તેની વેબસાઇટ દ્વારા ગ્રાહકોને સુચિત કર્યા છે, કે લોજનો ઉપયોગ વધારાના સુવિધા સાથે જોડાયેલ સુધારેલી નીતિ એક ડિસેમ્બરથી અસરકારક હશે.
આ નિયમ કંપનીના ભાગીદાર વિમાન કંપનીઓ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ પર સીધી અસર જોવા મળશે. કંપનીએ કહ્યું કે, ‘અમે એક ડિસેમ્બરે ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરનારા પ્રવાસીઓના માટે લોજના ઉપયોગ સાથે જોડાયેલી સુવિધાઓનીની નીતિઓમાં સંશોધન કર્યા છે. ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરનારા લોકો જેટપ્રિવિલેજ પ્લેટિનમ અનો ગોલ્ડ સભ્યો માટે આ સુવિધા અસ્થાઇ રૂપે બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દાને લઇને જેટ એરવેઝના પ્રવક્તાને મોકલવામાં આવેલા સવાલોનો જવાબ હજી સુધી મળ્યો નથી.
ગત દિવસોમાં જેટ એરવેઝના પાયલટને ધમકી આપવામાં આવી હતી કે, તેમના પગારની ચૂકવણી 30 નવેમ્બરે કરવામાં આવશે. તો તેએ આવતા મહિનેથી વધારાની નોકરી નહિ કરે. એરલાઇન્સના સુત્રોએ સોમવારે જાણકારી આપી કે, આ મુદ્દા પર અત્યાર સુધી નરમ વલણ દેખાડનારા એરલાઇન્સના ઘરેલુ પાયલટ નિકાય નેશનલ ગિલ્ડ(અનએજી) કંપનીની હાલની નાણાંકીય હાલત પર ચર્ચા કરવા માટે મંગળવારે આહિં બેઠક કરવામાં આવી શકે છે.
નરેશ ગોયલના નિયંત્રણ વાળી આ કંપની સતત ત્રણ મહિનાથી નુકશાનમાં ચાલી રહી છે. અને મોટા ભાગના કર્મચારીઓના પગાર સમય પર કરવામાં આવ્યો નથી. સૂત્રો અનુસાર પાયલટો દ્વારાએ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, કે જો તેમનું વેતન 30 નવેમ્બર સુધીમાં નહિ કરવામાં આવેતો તો તો એક ડિસેમ્બરથી તમામ પ્રકારનું કાર્ય કરવાનું બંધ કરી કરશે. આ અંગેની જાણકારી કંપનીને મોખિક રૂપે આપી દેવામાં આવી છે.
(ઇનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે