જો વિજળી બિલ 1 લાખથી વધુ હોય તો તમારા માટે 'સહજ' નથી ઇનકમ ટેક્સ
ઇનકમ ટેક્સ વિભાગે પોતાના હાલના ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં નવા ફેરફાર કર્યા છે. હવે સામાન્ય ITR-1 કરતાં કેટલીક કેટેગરીને બહાર કરી દીધી છે. જો તમારા ઘરનું લાઇટ બિલ 1 લાખ કરતાં વધુ છે તો હવે તમે હાલનું ઇનકમ ટેક્સ ફોર્મ ન ભરી શકો. સરકાર સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇનકમ ટેક્સ રિટર્ન ફરવાના ફોર્મની સુચના જાહેર કરે છે.
Trending Photos
નવી દિલ્હી: ઇનકમ ટેક્સ વિભાગે પોતાના હાલના ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં નવા ફેરફાર કર્યા છે. હવે સામાન્ય ITR-1 કરતાં કેટલીક કેટેગરીને બહાર કરી દીધી છે. જો તમારા ઘરનું લાઇટ બિલ 1 લાખ કરતાં વધુ છે તો હવે તમે હાલનું ઇનકમ ટેક્સ ફોર્મ ન ભરી શકો. સરકાર સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇનકમ ટેક્સ રિટર્ન ફરવાના ફોર્મની સુચના જાહેર કરે છે, પરંતુ સરકારે આ વખતે નાણાકીય વર્ષ 2020-21 માટે ત્રણ જાન્યુઆરીના રોજ પરિપત્ર જાહેર કરી દીધો છે. હાલનું ITR-1 એવા લોકો માટે છે જેમની વાર્ષિક આવક 50 લાખ કરતાં ઓછી છે. જોકે હવે તે કેટેગરીમાં ફેરફાર થયો છે.
સંયુક્ત માલિકી અને વિદેશ યાત્રામાં 2 લાખ ખર્ચવાળા પણ ITR-1 ના દાયરામાંથી બહાર
પરિપત્ર અનુસાર એક લાખનું બિલ ભરનાર ઉપરાંત ઘરનો સંયુક્ત માલિકી અધિકાર રાખનાર અને વિદેશ યાત્રાઓ પર બે લાખથી વધુ ખર્ચ કરનારાઓને પણ ITR-1ના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. આવા ટેક્સપેયરોને બીજા ફોર્મમાં રિટર્ન ભરવું પડશે, જેને આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
1 કરોડની જમા રકમવાળા પણ નવા ઇનકમ ટેક્સ સ્લેબમાં આવશે
ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે જો કોઇ વ્યક્તિ નાણાકીય વર્ષમાં પોતાના ખાતામાં એક કરોડથી વધુ જમા કરાવે છે તો પણ હવે સામાન્ય શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેમના માટે ITR-1 માં રિટર્ન ભરવું માન્ય નહી ગણાય. એવા ટેક્સપેયરોએ અલગ ફોર્મ ભરવું પડશે, જેને જલદી જ સૂચિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે