₹570 પર IPO નું લિસ્ટિંગ! 18 ઓક્ટોબરથી ઓપન થશે આઈપીઓ, ગ્રે માર્કેટમાં કંપનીની ધૂમ
શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે વધુ એક સારા સમાચાર છે. 18 ઓક્ટોબરથી વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આઈપીઓ ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીઓ દ્વારા શેર બજારમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આઈઆરએમ એનર્જી આઈપીઓ (IRM Energy IPO) 18 ઓક્ટોબરે ઓપન થશે. ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ 20 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. જો કોઈ આ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છે તો ગ્રે માર્કેટથી સારા સમાચાર છે. આઈઆરએમ એનર્જીના આઈપીઓની વિગત જાણીએ.
શું છે પ્રાઇઝ બેન્ડ
આઈઆરએમ એનર્જી આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 545.40 કરોડ રૂપિયા છે. આ આઈપીઓમાં1.08 કરોડ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 480 રૂપિયાથી 505 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈઆરએમ એનર્જી આઈપીઓના એક લોટમાં 29 શેર છે. જે માટે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14645 રૂપિયાનો દાવ લગાવવો પડશે. નોંધનીય છે કે એક રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 14645 રૂપિયાનો દાવ લગાવી શકે છે.
570 રૂપિયા પર થઈ શકે છે લિસ્ટિંગ
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 65 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો આ ટ્રેન્ડ લિસ્ટિંગ સુધી રહ્યો તો કંપનીના શેર બજારમાં 570 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. જેમાં ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 12 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે બજારમાં આઈઆરએમ એનર્જી આઈપીઓનું લિસ્ટિંગ 31 ઓક્ટોબરે સંભવ છે.
આઈઆરએમ એનર્જીએ પોતાના કર્મચારીઓ માટે એક શેર પર 48 રૂપિયાની વિશેષ છૂટ આપી છે. કંપની તરફથી દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને 27 ઓક્ટોબરે શેર એલોટ કરવામાં આવશે. નોંધનીય છે કે આઈઆરએમ એનર્જી આઈપીઓનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને જગ્યા પર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે