IPOs Next Week: દિવાળી પહેલા ઓપન થઈ રહ્યાં છે 4 કંપનીના આઈપીઓ, શેરબજારમાં કમાણીની તક

Upcoming IPOs: આઈપીઓની દ્રષ્ટિએ શેર બજારમાં આ સપ્તાહ શાનદાર રહેવાનું છે. દિવાળી પહેલા ચાર કંપનીઓના ઈશ્યૂ ઓપન થવાના છે. કંપનીઓ તેના દ્વારા 1324 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 
 

IPOs Next Week: દિવાળી પહેલા ઓપન થઈ રહ્યાં છે 4 કંપનીના આઈપીઓ, શેરબજારમાં કમાણીની તક

IPOs Next Week: દિવાળી પહેલા આઈપીઓમાં પૈસાનું રોકાણ કરનાર માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે ઘણી કંપનીઓના આઈપીઓ ખુલવાના છે. તેમાં બે મુખ્ય કંપનીઓ પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસ (Protean eGov Technologies)અને આસ્ક ઓટોમોટિવ (ASK Automotive)નો આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થવાનો છે. આ સિવાય બે SME આઈપીઓમાં પણ ઈન્વેસ્ટરો દાવ લગાવી શકે છે. તેવામાં આ આઈપીઓ દ્વારા કુલ 1324 કરોડ રૂપિયા માર્કેટમાંથી કંપનીઓને ભેગા કરવાનું પ્લાનિંગ છે. આ સિવાય સેલો વર્લ્ડ અને મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કંઝ્યૂમરના શેરનું લિસ્ટિંગ પણ આગામી સપ્તાહે થવાનું છે. 

Protean eGov Technologies આઈપીઓ
પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 6 નવેમ્બરે ખુલી રહ્યો છે. તેને તમે 8  નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકો છો. તો કંપનીના શેરની પ્રાઇઝ બેન્ડ 752થી 792 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા કંપની 490 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 16 નવેમ્બર 2023ના બીએસઈ અને એનએસઈ પર થશે. 

ASK Automotive આઈપીઓ
ઓટો સેક્ટરની મોટી કંપની ASK Automotive નો આઈપીઓ 7 નવેમ્બર, 2023 એટલે કે મંગળવારે ઓપત થવાનો છે. આ આઈપીઓમાં તમે 9 નવેમ્બર 2023 સુધી રોકાણ કરી શકો છો. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. કંપનીના શેરની પ્રાઇઝ બેન્ડ 268 રૂપિયાથી 282 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની આ આઈપીઓ દ્વારા કુલ 833.91 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. કંપની શેરનું એલોટમેન્ટ 15 નવેમ્બરે કરશે. તો શેર 17 નવેમ્બરે ડીમેટ ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. કંપની 20 નવેમ્બર 2023ના શેરબજારમાં ડેબ્યૂ કરશે. 

SME આઈપીઓ
મુખ્ય કંપનીઓ સિવાય Rox Hi-Tech અને Sunrest Lifescience નો આઈપીઓ પણ આ સપ્તાહે ખુલવાનો છે. આ બંને આઈપીઓ 7 નવેમ્બર અને 9 નવેમ્બરે ખુલી રહ્યાં છે. Rox Hi-Tech ના શેરની પ્રાઇઝ બેન્ડ 80થી 85 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તે દ્વારા કંપની 54 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. Sunrest Lifescience ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 84 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના દ્વારા કંપની 10.85 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news