Investment Plan: તગડી કમાણી કરવાનો સ્માર્ટ આઈડિયા! લોકો જોતા રહેશે, છલકાઈ જશે તમારું ખાતુ!

INVEST MONEY FOR REGULAR MONTHLY INCOME: ખર્ચા વધારે પણ આવક સિમીત, ચિંતા છોડીને અપનાવશો આ INVESTMENT PLAN થશે બમ્પર ફાયદો...

Investment Plan: તગડી કમાણી કરવાનો સ્માર્ટ આઈડિયા! લોકો જોતા રહેશે, છલકાઈ જશે તમારું ખાતુ!

Investment Plan: બજારમાં એવા ઘણા વિકલ્પો હોય છે જેમાં તમે રોકાણ કરી વધારાની આવક મેળવી શકો છો. રૂપિયાની ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સાઓમાં આ વિકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિવૃતિ સમયે પણ વધારાની આવક સહાયરૂપ નીવડે છે. મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે.  ન માત્ર નિયમીત આવક પરંતું તે રૂપિયાનું જોખમ પણ ઓછું હોય. અહીં એવા 4 વિકલ્પોની વાત કરીએ જેમાં રોકાણથી તમને ફાયદો થશે.

1. POST OFFICE MIS:
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) અંતર્ગત સિંગલ ખાતામાં ઓછામાં ઓછું 4.5 લાખ રૂપિયા અને જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમોમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજદર છે. વાર્ષિક વ્યાજને 12 ભાગમાં વહેચીને દર મહિને ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે.

2. SBI ANNUITY DEPOSITE SCHEME:
SBI એન્યુટી ડિપોઝિટ સ્કીમ અંતર્ગત દર મહિને મોટી રકમ સાથે વ્યાજ મળે છે. આ સ્કીમમાં 36,60,84 અને 120 મહિના માટે રૂપિયા રોકી શકાય છે. MINIMUM ANNUITY 1 હજાર રૂપિયા માસિક હોય છે. આ સ્કીમમાં ટર્મ ડિપોઝીટ જેટલું વ્યાજ મળે છે.

3.સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP):
SWPમાં રોકાણકાર એક નક્કી કરેલી રકમ પોતાના રોકાણમાંથી ઉપાડી શકે છે. રેગ્યુલર આવક માટેનો આ સારો વિકલ્પ છે.  ન માત્ર માસિક પરંતું દરરોજ, દર અઠવાડિયે અને 15 દિવસ માટે તથા 6 મહિના માટે રોકાણકાર રૂપિયા ઉપાડી શકે છે.

4. ડિવિડન્ડ ઓપ્શનઃ
દર મહિને આવકની જરૂરિયાત હોય તો ડિવિડન્ડ બહુ સારો વિકલ્પ છે. આ સ્કીમમાં FD કરતા વધારે સારું રિટર્ન મળે છે. કોપર્સ બનાવીને દર મહિને એક મર્યાદિત આવક મેળવી શકાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news