Dhanteras 2022: ધનતેરસ-દિવાળી પર ગોલ્ડ-સિલ્વર ઉપરાંત અહીં કરો રોકાણ, મળશે બંપર રિટર્ન

Investment Tips: તહેવારની સિઝનમાં સોના-ચાંદી ઉપરાંત પણ તહેવારમાં બીજી જગ્યાએ પોતાની કમાણીને રોકી  (Investment Tips) બંપર રિટર્ન પણ પ્રાપ્ત કરી શકાય છે. એવામાં રોકાણ કરવાની આ રીતોને પણ ધ્યાનમાં રાખવી જોઇએ. 

Dhanteras 2022: ધનતેરસ-દિવાળી પર ગોલ્ડ-સિલ્વર ઉપરાંત અહીં કરો રોકાણ, મળશે બંપર રિટર્ન

Diwali 2022: ભારતમાં દિવાળી (Diwali) અને ધનતેરસ (Dhanteras) ના અવસર પર લોકો ગોલ્ડ  (Gold) અને સિલ્વર (Silver) માં રોકાણ કરે છે. તહેવારના અવસર પર સોનું અને ચાંદી ખરીદવું લોકો શુભ ગણે છે. તો બીજી તરફ તહેવારની સિઝનમાં લોકો સોના-ચાંદીમાં રોકાણ્ની દ્રષ્ટિએ પણ પૈસા રોકે છે. જોકે સોના-ચાંદી ઉપરાંત પ્ણ આ તહેવારની સિઝનમાં બીજી જગ્યાએ પોતાની કમાણીને ઇનવેસ્ટ (Investment Tips) કરી બંપર રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે. એવામાં રોકાણની આ રીતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ.  

Share Market
શેર બજારમાં રોકાણ કરી ઓછા સમયમાં સારું રિટર્ન કમાઇ શકાય છે. તો બીજી તરફ લાંબા સમય સુધી તેમાં રોકાણ કરીને પણ ખૂબ ફાયદો થઇ શકે છે. જોકે શેર બજારમાં રોકાણ કરવું જોખમથી ભરેલું છે પરંતુ શેર બજારમાં સારી કંપનીઓમાં રોકાણ કરવું  હંમેશા ફાયદોનો સોદો સાબિત થયો છે. 

Debt Mutual Fund
Debt Mutual Fund તમારા પોર્ટફોલિયાને જોખમ અને રિટર્ન વચ્ચે યોગ્ય સંતુલન પુરૂ પાડે છે. જો તમે એક નિશ્વિત સમયગાળા માટે સ્થિર રિટર્ન માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો Debt Mutual Fund એક સારો વિકલ્પ હોઇ શકે છે. આ ઉપરાંત જો તમે નિવૃતિની નજીક છો, તો તમે જોખમવાળા વિકલ્પ માટે Debt Mutual Fund સિલેક્ટ કરી શકો છો. આ દિવ્વાળી પર આ ફંડમાં પણ 

FD
જો તમે જોખમ ઉઠાવવા માંગતા નથી અને સુરક્ષિત રોકાણ ઇચ્છો છો તો તમે સારું રિટર્ન પ્રાપ્ત કરવા માટે બેંક FD માં રોકાણ કરી શકો છો. FD પર નિર્ધારિત વ્યાજ મળે છે. FD તમને પર્યાપ્ત તરલતા સાથે ઉચ્ચ સ્તરની સુરક્ષા પુરી પાડી શકે છે જે નાણાકીય ઇમરજન્સીમાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news