હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી! ઝડપથી ટિકિટ બુક કરો, આ રહ્યું રૂટ લિસ્ટ અને ભાડું

જોકે, એરલાઈન્સ કંપની ઈંડિગો (Indigo Offer) એ ઘણી નવી ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાવી રહી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી! ઝડપથી ટિકિટ બુક કરો, આ રહ્યું રૂટ લિસ્ટ અને ભાડું

નવી દિલ્હી: જો તમે ફરવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે આ અહેવાલ ખુબ જ મહત્તવપૂર્ણ બની શકે છે. હવે તમે ખુબ સસ્તામાં દેશની ખુબસૂરત સ્થાનો પર ફરી શકો છો, હવે એક જગ્યાએ બીજી જગ્યાએ ફ્લાઈટમાં જવું સરળ બની ગયું છે. જોકે, એરલાઈન્સ કંપની ઈંડિગો (Indigo Offer) એ ઘણી નવી ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાવી રહી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

એરલાઈન કંપની ઈંડિગોએ આપી જાણકારી
એરલાઈન કંપની ઈંડિગોનું કહેવું છે કે સીધી કનેક્ટિવિટીથી યાત્રામાં સરળતા રહેશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓને અનોખો અનુભવ મળશે. તેનાથી પ્રવાસીઓને મુસાફરી કરવાનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે.

અગાઉ એરલાાઈનને 2 નવેમ્બર 2021એ શિલાંગ અને ડિબ્રૂગઢ (Shillong to Dibrugarh)ની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (Direct Flight) શરૂ કરી છે. તેનું પ્રાથમિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.

— IndiGo (@IndiGo6E) November 8, 2021

આવી રીતે કરો બુકિંગ?
જો તમે પણ સસ્તામાં યાત્રા કરવા માંગો છો તો ઈંડિગોની વેબસાઈટ પર જઈને વિસ્તૃત જાણકારી મેળવી શકો છો. તેના સિવાય, યાત્રીઓ ઈંડિગોની ફ્લાઈટ માટે એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઈને ટિકીટ બુક કરાવી શકો છો.

12 કલાકની મુસાફરી માત્ર 75 મિનિટમાં..
તમને જણાવી દઈએ કે પરિવહનના કોઈ સીધા માધ્યમ ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને શિલોંગ અને ડિબ્રૂગઢની વચ્ચે મુસાફરી કરવા માટે રોડ અને ટ્રેન દ્વારા 12 કલાકની લાંબી મુસાફરી કરવાની ફરજ પડતી હતી. પરંતુ હવે માત્ર 75 મિનિટની ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરીને બે શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકાશે.

લિસ્ટમાં ચેક કરો કયા શહેરોનું કેટલું છે ભાડું
- જમ્મુથી લેહ- 1854 રૂપિયા
- લેહથી જમ્મુ- 2946 રૂપિયા
- ઈન્દૌરથી જોધપુર- 2695 રૂપિયા
- જોધપુરથી ઈન્દૌર- 3429 રૂપિયા
- પ્રયાગરાજથી ઈન્દૌર- 3429 રૂપિયા
- ઈન્દૌરથી પ્રયાગરાજ- 3637 રૂપિયા
- લખનઉથી નાગપુર- 3473 રૂપિયા
- નાગપુરથી લખનઉ- 3473 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news