Indian Railways: કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પહેલાં જાણી લો IRCTCના આ નિયમો, બચશે તમારા રૂપિયા
ટિકિટ કેન્સલ કરવા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં બૂક ટિકિટ કેન્સલ કરાવવા પર તમને થોડાં પૈસા રિફન્ડ મળી શકે છે. ટિકિટ કેન્સલ કરવા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં બૂક ટિકિટ કેન્સલ કરાવવા પર તમને થોડાં પૈસા રિફન્ડ મળી શકે છે. રેલવેથી ટ્રાવેલ કરનારા યાત્રિઓ માટે સારા સમાચાર છે. જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે અને કોઈ કારણોસર તમે ટિકિટ કેન્સલ કરાવવા માગો છો તો આ સમાચાર તમને કામમાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટિકિટ કેન્સલ કરવા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં બૂક ટિકિટ કેન્સલ કરાવવા પર તમને થોડાં પૈસા રિફન્ડ મળી શકે છે. રેલવેથી ટ્રાવેલ કરનારા યાત્રિઓ માટે સારા સમાચાર છે. જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે અને કોઈ કારણોસર તમે ટિકિટ કેન્સલ કરાવવા માગો છો તો આ સમાચાર તમને કામમાં આવી શકે છે. ટિકિટ કેન્સલ કરાવતા પહેલાં તમે રેલવેના આ ખાસ નિયમ જાણી લો. જેનાથી તમારા પૈસા બચશે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં બૂક ટિકિટ કેન્સલ કરાવવા પર તમને થોડાં પૈસા રિફન્ડ મળી શકે છે. હા પણ જો 30 મિનિટથી ઓછો સમય બાકી હોય તો તમને રિફન્ડ નહીં મળે. તો ચાલો જાણીએ રેલવેનો આ ખાસ નિયમ.
ક્યારે, ક્યાં અને કેટલું રિફન્ડ મળશે?
રિઝર્વેશન ક્લાસ અને ટાઈમિંગના હિસાબે કેન્સલેશન ચાર્જ અલગ-અલગ હોય છે. તેવામાં, કન્ફર્મ ટિકિટ કેન્સર કરાવવા પર કેટલું રિફન્ડ મળશે તેની માહિતી erail.in પરથી પણ મળી શકે છે. erail.inના હોમ પેજ પર રિફન્ડ સેક્શન છે. જેમાં, રિફન્ડની પૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે. જ્યાં જઈને તમે પુરી માહિતી મેળવી શકો છો.
ટિકિટ કેન્સલના શું છે નિયમ?
રેલવેના નિયમ અનુસાર, જો તમારી પાસે કન્ફોર્મ ટિકિટ છે અને તમે તે ટિકિટને કેન્સલ કરાવવા માગો છો. પણ ટ્રેન છૂટવામાં 4 કલાક રહી ગયા છે, તો તમને રિફન્ડ કઈ નહીં મળે. 4 કલાકથી વધુનો સમય બચ્યો હોય તો તમને 50 ટકા રિફન્ડ મળી શકે છે. એટલે જો તમે ટિકિટ કેન્સલ કરાવવા માગતા હોવ તો તમારે સમયનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો તમારી ટિકિટ કન્ફોર્મ છે અને ટ્રેન ખુલવાના 12 કલાકથી 48 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો રેલવે પ્રત્યેક ટિકિટના 25 ટકા અથવા 60 રૂપિયા બનેમાંથી જે વધુ થાય તે કાપીને રિફન્ડ આપશે.
સેકન્ડ ક્લાસ ટિકિટ કેન્સલ કરવાના નિયમ-
જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઇ છે અને ટ્રેન ખુલવાના 48 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવો છો તો રેલવે ટિકિટ ક્લાસના મુજબ અલગ-અલગ ચાર્જ વસુલે છે. સેકન્ડ ક્લાસની ટિકિટ કેન્સલ કરાવવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયા, સેકન્ડ ક્લાસ સ્લિપર પર 120 રૂપિયા, એસી 3 પર 180 રૂપિયા, એસી 2 પર 240 રૂપિયા અને એસી એગ્ઝીક્યૂટીવ ક્લાસ પર 240 રૂપિયા કપાઈ છે.
જો તમે સ્લિપર ક્લાસમાં ટિકિટ બૂક કરાવી છે અને તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે કે પછી આરએસીમાં છે તો તો તમને ટ્રેન ખુલવાના 20 મિનિટ પહેલાં પ્રતિ યાત્રી 60 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે. એટલે જો તમે ટિકિટ કેન્સલ કરાવવામાં ધ્યાન રાખશો તો તમાર સારા એવા પૈસા બચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે