કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં આવેલી મહિલા લપસીને હવામાં લટકી ગઈ, પછી જે થયું તે જાણવા જુઓ Video
આજકાલ મોટા શહેરોમાં બહુમાળી ઈમારતો જોવા મળે છે. જ્યાં લોકો નાની નાની બાલ્કનીઓમાં બેસે છે, કપડાં સૂકવે છે. જો કે આવી તોતિંગ ઈમારતોની બાલ્કનીમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે નહીં તો મોટો અકસ્માત થઈ જાય છે. આવું જ કઈંક ચીનમાં થયું.
Trending Photos
Viral Video: આજકાલ મોટા શહેરોમાં બહુમાળી ઈમારતો જોવા મળે છે. જ્યાં લોકો નાની નાની બાલ્કનીઓમાં બેસે છે, કપડાં સૂકવે છે. જો કે આવી તોતિંગ ઈમારતોની બાલ્કનીમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે નહીં તો મોટો અકસ્માત થઈ જાય છે. આવું જ કઈંક ચીનમાં થયું. જ્યાં એક વૃદ્ધ મહિલા કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગઈ પરંતુ 19મા માળેથી લપસી પડી. ત્યારબાદ જે થયું તેના પર કોઈને વિશ્વાસ નહીં થાય.
ચીનમાં ઘટી ચોંકાવનારી ઘટના
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. એક 82 વર્ષની મહિલા ચીનમાં એક ઈમારતના 19મા માળેથી લપસી પડ્યા બાદ કપડાના રેક સાથે ઉલ્ટી લટકેલી જોવા મળી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ મહિલા દક્ષિણ ચીનના જિયાંગ્સુ પ્રાંત (Jiangsu Province) ના યંગ્ઝહો (Yangzhou) માં પોતાના એપાર્ટમેન્ટના 19મા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી. તે સમયે આ ઘટના ઘટી.
માંડ માંડ બચી મહિલા
ભયાનક વીડિયોમાં મહિલાના બંને પગ 18મા માળની બાલ્કનીના કપડા સૂકવવાની રેક પર ફસાયેલા હતા અને બોડી 17મા માળની બાલ્કની સુધી લટકેલું હતું. મહિલાને બચાવવા માટે ફાયરના કર્મચારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા. બચાવ ટુકડીએ મહિલાને 18મા અને 17મા માળે પકડી લીધી અને એક સુરક્ષા દોરડું બાંધી દીધુ. 18મા માળે કર્મચારીઓએ વૃદ્ધાને ઉપર ખેંચી અને તે સમયે 17મા માળ પર હાજર લોકોએ તેને ઉપર ઉઠાવી. આ રીતે સફળતાપૂર્વક વૃદ્ધ મહિલાનું રેસ્ક્યૂ કરાયું. મહિલાને સુરક્ષિત રીતે પાછી લાવવામાં આવી અને તેને કોઈ ઈજા ન થઈ.
An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/Y4yvFRNBo8
— South China Morning Post (@SCMPNews) November 23, 2021
19મા માળેથી લપસી પડી
ઘટનાની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ કે જ્યારે તે બાલ્કનીમાંથી પડી ત્યારે કપડા ધોઈ રહી હતી. આ બધા વચ્ચે વીડિયો વાયરલ થયો અને લોકોએ મહિલાને બચાવવા બદલ ફાયરકર્મીઓની પ્રશંસા કરી. વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું કે ફાયરકર્મીઓ દ્વારા અદભૂત કામ કરવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે