રેલવેએ તૈયાર કર્યો કમાણીનો નવો ફોર્મૂલા, જરૂરિયાત મુજબ કરી શકશો બુકિંગ

ભારતીય રેલવે (Indian Railways) એ પોતાની કમાણી વધારવા માટે નવા ફોર્મૂલો તૈયાર કરી લીધો છે, જેના હેઠળ હવે લોકોને નવી સુવિધા મળવા જઇ રહી છે. આ ફોર્મૂલના લોકો હવે પોતાની જરૂરિયાત અનુસાર માલગાડી બુક કરાવી શકશે.

રેલવેએ તૈયાર કર્યો કમાણીનો નવો ફોર્મૂલા, જરૂરિયાત મુજબ કરી શકશો બુકિંગ

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) એ પોતાની કમાણી વધારવા માટે નવા ફોર્મૂલો તૈયાર કરી લીધો છે, જેના હેઠળ હવે લોકોને નવી સુવિધા મળવા જઇ રહી છે. આ ફોર્મૂલના લોકો હવે પોતાની જરૂરિયાત અનુસાર માલગાડી બુક કરાવી શકશે. નવા ફોર્મૂલ હેઠળ તમને અડધી માલગાડી અથવા ડબ્બો બુક કરવો હોય તે સંભવ થઇ શકશે. 

રેલવે મંત્રી પીયૂષ ગોયલે રેલવે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે નૂરની કમાણી વધારવા માટે આખું સ્ટ્રક્ચર ફ્લેક્સિબલ બનાવવામાં આવે. એવામાં ખૂબ જલદી કસ્ટમર પોતાની જરૂરિયાત મુજબ એટલે કે એક માલગાડી ન બુકીને એક-એક ડબ્બો અથવા અડધો ડબ્બો બુક કરી શકે છે. 

શું છે લક્ષ્ય
આ નવા ફોર્મૂલા દ્વારા રેલવે તે ફ્રેટ ટ્રાફિકને પણ પોતાની તરફ આકર્ષવા માંગે છે, જે સમય સાથે રેલવેથી છટકીને રોડ તરફ વળી ગયો છે. એટલે કે માલની અવરજવર ટ્રક-રોડ ટ્રાંસપોર્ટ દ્વારા થઇ રહ્યો છે.

કોને થશે ફાયદો
- નવો ફોર્મૂલાથી રેલવેને નવી કેટેગરીના કસ્ટમર મળવાની મોટી આશા છે. જેનાથી આગામી સમયમાં રેલવેની કમાણી પણ વધશે. 
- અમેઝોન-ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેયર રેલવે તરફ વળી શકે છે.
- મારૂતિ, બજાજ અને દિગ્ગજ ઓટો કંપનીઓ રેલવેને ઓટો, કાર અથવા બાઇક શિપમેન્ટ માટે અપનાવી શકે છે. 
- લુધિયાના, યૂપીના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ફ્રન્ટ મૂવમેન્ટથી ફાયદો મળશે.
- કંસ્ટ્રકશન મટેરિયલ્સને શોર્ટ ડિસ્ટન્સમાં ટ્રાંસપોર્ટેશન માટે રેલવે વ્યાજબી હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news