Pankaj Oswal: આ ભારતીય બિઝનેસમેને મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, એક ઝાટકે ખરીદી લીધો દુનિયાનો સૌથી મોંઘો બંગલો

Pankaj Oswal: સ્વિટ્ઝરલેન્ડમાં રહેલા ભારતીય ઉદ્યોગપતિ પંકજ ઓસવાલ રાતોરાત ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચાનું કારણ છે પંકજ ઓસવાલે તાજેતરમાં ખરીદેલું ઘર. આ ઘર કોઈ સામાન્ય પ્રોપર્ટી નથી. જે ઘર પંકજ ઓસવાલે ખરીદ્યું છે તે દુનિયાના સૌથી મોંઘા 10 ઘરમાંથી એક છે. 

Pankaj Oswal: આ ભારતીય બિઝનેસમેને મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, એક ઝાટકે ખરીદી લીધો દુનિયાનો સૌથી મોંઘો બંગલો

Pankaj Oswal: સ્વિટ્ઝરલેન્ડમાં રહેલા ભારતીય ઉદ્યોગપતિ પંકજ ઓસવાલ રાતોરાત ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચાનું કારણ છે પંકજ ઓસવાલે તાજેતરમાં ખરીદેલું ઘર. આ ઘર કોઈ સામાન્ય પ્રોપર્ટી નથી. જે ઘર પંકજ ઓસવાલે ખરીદ્યું છે તે દુનિયાના સૌથી મોંઘા 10 ઘરમાંથી એક છે. આ ઘર ખરીદી અને પંકજ ઓસવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ ઘરની કિંમત અંદાજે 1650 કરોડ રૂપિયા છે. આ ઘરનું નામ વિલા બારી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. 

આ પણ વાંચો:

200 મિલિયન ડોલરની કિંમતના આ ઘરને જેફરી વિલ્સે ડિઝાઈન કર્યું છે. પંકજ ઓસવાલ પહેલા આ ઘરની માલિકી ગ્રીક શિપિંગ જોઈંટ અરસ્તૂ ઓનસિસની દીકરી પાસે હતી. જેફરી વિલ્સે આ ઘરના ઈંટીરિયરને શાનદાર રીતે ડિઝાઈન કર્યું છે. આ ઘર 40,000 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. ત્યાંથી માઉંટ બ્લેક માઉંટેન રેંજ દેખાય છે.

કોણ છે પંકજ ઓસવાલ ?

પંકજ ઓસવાલ અને રાધિકા ઓસવાલ ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ ઓસવાલ ગૃપના માલિક છે. પંકજ અને રાધિકા ઓસવાલે આ વિલાનું નામ તેમની દીકરી વસુંધરા અને રિદ્ધિના નામ પર રાખ્યું છે. તેમની મોટી દીકરી વસુંધરા પીઆરઓ ઈંડસ્ટ્રીઝની એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે. જ્યારે નાની દીકરી લંડન યૂનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 

પંકજ ઓસવાલની નેટવર્થ

પંકજ ઓસવાલની નેટવર્થ અંદાજે 3 અરબ ડોલર એટલે કે 2,47,000 કરોડ રૂપિયા છે. ઓસવાલ પરિવાર ચમકદમકથી દુર રહે છે. પરંતુ ઘણા ઉદ્યોગોમાં તેમની મોટી ભાગીદારી છે. ઓસ્ટ્રેલિયામાં ઓસવાલ ગૃપની ફર્ટિલાઈઝરની એક મોટી કંપની છે. આ કંપની લિક્વિડ અમોનિયા પ્રોડ્યૂસ કરતી દુનિયાની સૌથી મોટી કંપની છે. સાથે જ આફ્રિકામાં ઓસવાલ ગૃપનો મિથનોલનો પ્લાંટ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news