ઇકોનોમિક રિકવરીના માર્ગે આગળ વધી ચૂક્યા છીએ આપણે, પીએમ મોદીએ ગણાવ્યા 5 કારણો
કોરોના સંકટ (Coronavirus) એ આખી દુનિયાની અર્થવ્યવસ્થા (economy) ને પાટા પરથી ઉતારી દીધી છે. અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટ (Coronavirus) એ આખી દુનિયાની અર્થવ્યવસ્થા (economy) ને પાટા પરથી ઉતારી દીધી છે. અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે ભારત ઇકોનોમિક રિકવરી (economic recovery)ના માર્ગે ચાલી પડી છે. અમેરિકા અને યૂરોપમાં જ્યાં કોરોનાની લહેરએ દસ્તક આપી છે, પીએમ મોદીનું નિવદન સુકૂન અને મનોબળ વધારનાર છે.
અંગ્રેજી સમાચાર પત્ર The Economic Times ને આપેલા ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ ઇકોનોમિક રિકવરીએ પાંચ સંકેત જણાવ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે ઇકોનોમિક રિકવરીના 5 સંકેત
સંકેત નંબર 1 કૃષિ ક્ષેત્રમાં ઉપજ
પીએમ મોદીએ કહ્યું કે આપણે ઇકોનોમિક રિકવરી તરફ આગળ વધી ચૂક્યા છીએ, તમામ ઇંડીકેટર્સ પણ આ બતાવી ચૂક્યા છે. સૌથી પહેલા6 જો કૃષિની વાત કરીએ તો આપણા ખેડૂતો તમામ રેકોર્ડ તોડી ચૂક્યાછે. અત્યાર સુધી સૌથી વધુ MSP પર આપણે રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું છે. આ બે ફેક્ટર ગ્રામીણ અર્થવ્યવસ્થામાં જીવ પુરશે.
સંકેત નંબર 2. નવી ઉંચાઇ પર FDI
રેકોર્ડ FDI થી સંકેત મળ્યા છે કે ભારતની છબિ એક સારા રોકાણવાળા દેશ તરીકે વધુ મજબૂત થઇ છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી છતાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશમાં 3573 કરોડ ડોલરના સર્વોચ્ચ FDI આવ્યો છે, આ આંકડો ગત વર્ષના મુકાબલે 13 ટકા વધુ છે.
સંકેત નંબર 3. ઓટો સેક્ટરે પકડી ગતિ
ત્રીજો સંકેત ઓટો સેક્ટરમાં વેચાણને લઇને છે, જેમાં ટ્રેક્ટર્સ પણ સામેલ છે, જોકે ગત વર્ષના સ્તર પર અથવા તો પહોંચવાની છે. અથવા તેને પાર કરનાર છે, તેનાથી ખબર પડે છે કે માંગમાં ખૂબ ગતિ આવી છે.
સંકેત નંબર 4. મેન્યુફેક્ચરિંગમાં નવી છલાંગ
મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં કાયમી ગ્રોથના કારણે ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત બે ક્રમ ઉછળીને ત્રીજા નંબર પર આવી ગયો છે, હવે આપણી ઉપર હવે ચીન અને બ્રાજીલ છે. ઇ-વે બિલ, જીએસટી કલેક્શન પણ સારું રહ્યું છે.
સંકેત નંબર 5. રોજગારની તકો ઉભી થાય
રોજગારના મોરચા પર EPFO ના આંકડા જુઓ, ઓગસ્ટ 2020 માં EPFO ના નેટ સબ્સક્રાઇબર્સની સંખ્યા જુલાઇ 2020 અનુસાર 34 ટકા વધી છે. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો EPFO સાથે જોડાયેલા છે. તેનાથી ખબર પડે છે કે જોબ માર્કેટમાં પણ સુધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત એફડીઆઇ રેકોર્ડબ્રેક ઉંચાઇ પર છે. રેલવે માલ ભાડા ટ્રાફિક, વિજ ડિમાન્ડમાં પણ વધારો થયો છે. તેનાથી ખબર પડે છે કે ઇકોનોમિક રિકવરી વ્યાપક રીતે થઇ છે.
આ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ પાટે ચડતી અર્થવ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્ય અને ફરી એકવાર 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થાનો ટાર્ગેટ પુનરાવર્તિત કર્યો. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય અર્થવ્યવસ્થા 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર (5 Trillion dollar economy)ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે .તેમણે કહ્યું કે નિરાશાવાદી લોકોને તેના પર સંદેહ થઇ શકે છે પરંતુ દેશની જનતાને આ ટાર્ગેટ પ્રાપ્ત કરવા પર વિશ્વાસ છે. આ જ વિશ્વાસથી અમારો આત્મવિશ્વાસ વધે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે