786 સિરીઝની કોઈ નોટ છે તમારી પાસે? તો મિનિટોમાં મળશે 3 લાખ, જાણો વિગત

આજકાલ લોકોને જૂની અને યૂનિક નોટોના કલેક્શનનો ખુબ શોખ છે. પરંતુ શું તમે જાણો છો કો આ શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. તે પણ મહેનત કર્યા વગર. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, ખાસ નોટો વિશે.
 

786 સિરીઝની કોઈ નોટ છે તમારી પાસે? તો મિનિટોમાં મળશે 3 લાખ, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે નોકરી સાથે કે પછી ઘરે બેસીને પૈસા કમાવવા (Earn Money Idea) ઈચ્છે છે તો આ ખબર તમારા માટે ખાસ છે. આજે અમે તમારા માટે આવા સમાચાર લાવ્યા છીએ, જેનાથી તમે ઘરે બેસી લાખોપતિ બની શકો છો. જો તમારી પાસે 786 નંબરવાળી કોઈ 1, 5,10, 20, 50 કે 100 કે 2000 વાળી કોઈ નોટ છે તો તમે લાખોપતિ બની શકો છો. આવો જાણીએ કઈ રીતે થશે આ નોટોના કલેક્શનથી લાખોની કમાણી. 

ઘણા લોકો કરે છે જૂની નોટોનું કલેક્શન
આજકાલ લોકોને જૂની અને યૂનિક નોટોના કલેક્શનનો ખુબ શોખ છે. પરંતુ શું તમે જાણો છો કો આ શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. તે પણ મહેનત કર્યા વગર. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, ખાસ નોટો વિશે, જેનાથી તમે લાખોપતિ બની શકો છો. જો તમારી પાસે 786 નંબરવાળી નોટ છે તો તમે તેને ઈ-બે (Ebay, Website) વેબસાઇટ પર વેચી શકો છો. આ વેબસાઇટ પર જૂની નોટ કે સિક્કા વેચી શકાય છે. 

786 નંબર કેમ છે ખાસ?
ધર્મ અને ડેસ્ટિનીમાં વિશ્વાસ રાખનારા લોકોની સંખ્યા ઓછી નથી. બીજી તરફ એન્ટિક વસ્તુ રાખતા લોકો પણ ઘણા છે. ઇસ્લામમાં 786ના અંકનું ખુબ મહત્વ છે અને મુસ્લિમ વસ્તી તેને ખુબ પવિત્ર માને છે. પરંતુ 786ને લઈને અલગ-અલગ ધર્મના નિષ્ણાંતોનો અલગ-અલગ મત છે. 786 નંબર માત્ર મુસ્લિમ જ નહીં તમામ જાતિ-સમુદાયના લોકો લકી માને છે.

ક્યાં અને કેમ વેચશો નોટ?
- આ નોટને વેચવા માટે તમારે સૌથી પહેલા www.ebay.com ક્લિક કરવું.
- હવે હોમ પેજ પર રજીસ્ટર કરો.
- અહીં ખુદને સેલર તરીકે રજીસ્ટર કરો.
- ત્યારબાદ તમારી નોટનો એક ફોટો સાઇટ પર અપલોડ કરો.
- પછી  Ebay તમારી એડ તે લોકોને દેખાડશે જે જૂની નોટ કે સિક્કા ખરીદવાના શોખિન છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
- જે લોકો આ એન્ટિક નોટને ખરીદવામાં રસ ધરાવે છે તે તમારો સંપર્ક કરશે.
- અહીં તમે તે લોકોનો સંપર્ક કરી તમારી નોટનો ભાવ નક્કી કરી શકો છો.
- ત્યારબાદ યોગ્ય કિંમત મળવા પર તમે નોટ વેચી શકો છો. 

કઈ નોટની છે ડિમાન્ડ
તેથી લોકો આ નંબરની દરેક વસ્તુને સંભાળીને રાખે છે. જો તમારી પાસે પણ 786 નંબરની ખાસ નોટ છે તો તમે પણ કમાણી કરી શકો છો. Ebay ની વેબસાઇટ પર રજીસ્ટર કરી તમે આ નંબરવાળી નોટ જેમ કે 5, 10, 20, 50, 100, 200, 500, 2000 રૂપિયાની નોટ વેચી શકો છો. તે માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસી આ નોટ વેચી નફો મેળવી શકો છો. આ નોટ લેવા માટે લોકો લાખો રૂપિયા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news