દુનિયાના ટોપ-10 અમીરોમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય, ગૌતમ અદાણી ધડામ કરતાં નીચે પડ્યા

Hurun Global Rich List: થોડા મહિના પહેલાં ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા મોટા ઘટાડાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને મોટો ફાયદો થયો છે. આ જ કારણે મુકેશ અંબાણી ફરીથી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં પરંતુ તે એકમાત્ર ભારતીય છે જે દુનિયાના 10 અમીર વ્યક્તિઓમાં સામેલ છે.

દુનિયાના ટોપ-10 અમીરોમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય, ગૌતમ અદાણી ધડામ કરતાં નીચે પડ્યા

Hurun Global Rich List: થોડા મહિના પહેલાં ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા મોટા ઘટાડાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને મોટો ફાયદો થયો છે. આ જ કારણે મુકેશ અંબાણી ફરીથી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં પરંતુ તે એકમાત્ર ભારતીય છે જે દુનિયાના 10 અમીર વ્યક્તિઓમાં સામેલ છે. હુરુનની નવી યાદીમાં આ જાણકારી સામે આવી છે. રિસર્ચ પ્લેટફોર્મ હુરુને રિયલ એસ્ટેટ કંપની એમ3એમની સાથે મળીને અમીરોની યાદી જાહેર કરી છે. ધ 2023 એમ3એમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે.

આ પણ વાંચો:

આટલી ઓછી થઈ અદાણીની સંપત્તિ
યાદી પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ હાલમાં 82 બિલિયન ડોલર છે. ગયા વર્ષે આવેલી હુરુનની યાદીમાં અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી ભારતીય અમીરોની યાદીમાં પહેલા નંબરે હતા. જ્યારે મુકેશ અંબાણી તેમના પછી બીજા નંબરે હતા. તે સમયે અદાણીની સંપત્તિ 130 બિલિયન ડોલરની આસપાસ હતી. પરંતુ હવે તેમની નેટવર્થ 53 બિલિયન ડોલર રહી ગઈ છે. નેટવર્થમાં ઘટાડા પછી ગૌતમ અદાણી હવે બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. 

કોરોનાએ આ વ્યક્તિને ધનકુબેર બનાવી દીધા
હુરુનની અમીરોની યાદીમાં હિસાબથી સાયરસ પૂનાવાલા ભારતના ત્રીજા સૌથી મોટા ધનકુબેર છે. તેમની નેટવર્ક 28 બિલિયન ડોલર આંકવામાં આવી છે. સાયરસ પૂનાવાલાને કોરોના મહામારી દરમિયાન મોટો ફાયદો થયો છે. તેમની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટે મહામારી દરમિયાન કોરોનાની રસીનું નિર્માણ કર્યુ. તેમની કંપનીએ ભારતમાં વેક્સીનના ડોઝ પૂરા પાડ્યા. તેમની સાથે સાથે તેમની વેક્સીનના ડોઝ આખી દુનિયામાં મોકલાવ્યા.

પાંચમા સ્થાન પર ફેરફાર થયો
હુરુનની છેલ્લી યાદીમાં સાયરસ પૂનાવાલા ત્રીજા સૌથી અમીર ભારતીય હતા. નવી યાદીમાં શિવ નાદર અને તેમના પરિવારને ચોથું સ્થાન મળ્યું છે. હુરુનના હિસાબથી નાદર ફેમિલીની હાલની નેટવર્થ 27 બિલિયન ડોલર છે. નાદર ફેમિલી ગયા વર્ષે પણ ચોથા નંબરે હતું. જ્યારે સ્ટીલ કિંગના નામથી જાણીતા લક્ષ્મી મિત્તલ 20 બિલિયન ડોલરની સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીયની યાદીમાં પાંચમા નંબરે છે. ગયા વર્ષે પાંચમા નંબર પર રાધાકિશન દામાણી હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news