Crorepati Tips: આ સ્ટ્રેટેજી સાથે માત્ર ₹2000 થી શરૂ કરો SIP,30 વર્ષમાં હશો 1 કરોડથી વધુના માલિક
How to Become Crorepati with Small Investment: જો તમે કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા એસઆઈપી દ્વારા મ્યૂચુફલ ફંડ્સમાં રોકાણ શરૂ કરવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ Investment Strategy to Become Crorepati: જો તમે પણ કરોડપતિ બનવા ઈચ્છો છો તો તે માટે દર મહિને મોટી રકમ રોકવાની જરૂર નથી, પરંતુ ઈન્વેસ્ટમેન્ટની સ્માર્ટ સ્ટ્રેટેજીને અપનાવવાની જરૂર છે. તમે ઈચ્છો તો માત્ર 2000 રૂપિયાના રોકાણની શરૂઆત કરી કરોડપતિ બની શકો છો. અહીં જાણો રોકાણની તે રીત જે તમને નાના રોકાણનીસાથે કરોડોના માલિક બનાવી શકે છે.
જો તમે કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા SIP દ્વારા મ્યૂચુફલ ફંડ્સમાં રોકાણ શરૂ કરવું પડશે. મ્યૂચુઅલ ફંડ્સ ભલે માર્કેટથી લિંક્ડ છે, પરંતુ આજના સમયમાં તેને ઈન્વેસ્ટમેન્ટનો ખુબ સારો વિલક્પ માનવામાં આવે છે. તે તમામ સરકારી સ્કીમ્સની તુલનામાં સારૂ રિટર્ન આપી શકે છે. લાંબા સમય સુધી જો તમે રોકાણ કરવાનું જારી રાખો તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.
₹2000 થી SIP શરૂ કરી બની શકો છો કરોડપતિ
જો તમે માત્ર 2000 રૂપિયાથી પણ એસઆઈપી શરૂ કરો તો સરળતાથી કરોડપતિ બની શકો છો. બસ તે માટે તમારે એક ખાસ સ્ટ્રેટેજીને ફોલો કરવી પડશે. તમારે 2000 રૂપિયાથી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ શરૂ કરવાનું છે અને આ ઈન્વેસ્ટમેન્ટને દર વર્ષે 10 ટકા પ્રમાણે વધારવાનું છે એટલે કે આગામી વર્ષે તમારે 2200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં આગામી વર્ષે 2200માં 10 ટકા એટલે કે 220 રૂપિયા તેમાં પ્લસ કરો તો કુલ 2420 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ રીતે તમારે દર વર્ષે રોકાણના ટોટલ અમાઉન્ટમાં 10 ટકા પ્રમાણે વધારો કરવાનો છે. સમયની સાથે તમારી આવક પણ વધતી હોય છે, એટલે 10 ટકા કોઈ મોટી વાત નથી. આ સ્ટ્રેટેજીની સાથે તમારે 30 વર્ષ સુધી રોકાણ કરવાનું છે. આ રીતે તમે 30 વર્ષમાં કુલ ₹39,47,857 નું રોકાણ કરશે. એસઆઈપીનું એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે. આ રીતે 12 ટકા પ્રમાણે તમને વ્યાજ તરીકે ₹1,37,20,391 મળશે. 39,47,857+ 1,37,20,391= 1,76,68,247 રૂપિયા, આ રીતે 30 વર્ષમાં તમે આશરે પોણા બે કરોડ રૂપિયાના માલિક હશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે