દર 2 શેર પર મળશે 1 બોનસ શેર, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે, 10 વર્ષમાં ઈન્વેસ્ટરો માલામાલ
મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ 10 વર્ષમાં ત્રીજીવાર બોનસ શેર આપવા જઈ રહી છે. કંપની દરેક બે શેર પર એક બોનસ શેર આપવાની છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ 21 જૂન 2024 છે.
Trending Photos
નવી દિલ્હીઃ મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 10 વર્ષમાં ત્રીજીવાર પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી રહી છે. કંપની 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરેક 2 શેર પર 1 બોનસ શેર આપશે. બોનસ શેરની રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે 21 જૂન 2024ના છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેર શુક્રવાર 14 જૂન 2024ના 536.25 રૂપિયા પર બંધ થયા છે.
ત્રીજીવાર બોનસ શેરની ભેટ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) છેલ્લા 10 વર્ષમાં ત્રીજીવાર બોનસ શેર આપી રહી છે. કંપનીએ આ પહેલા જુલાઈ 2017માં પણ 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક 2 શેર પર 1 બોનસ શેર આપ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમે સપ્ટેમ્બર 2016માં 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ 1 શેર પર બે બોનસ શેર આપ્યા હતા.
1 લાખ રૂપિયાના બનાવી દીધા 28 લાખથી વધુ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ છેલ્લા 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 28 લાખથી વધુ બનાવી દીધા છે. એચપીસીએલના શેર 11 જુલાઈ 2014ના 83.68 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે 1 લાખ રૂપિયાના એચપીસીએલના શેર લીધા હોત તો તેને 1194 શેર મળત. છેલ્લા 10 વર્ષમાં બોનસ શેરને જોડી દેવામાં આવે તો 1 લાખ રૂપિયાથી ખરીદવામાં આવેલા શેરની સંખ્યા વધી 5372 રૂપિયા પહોંચી જાત. એચપીસીએલના શેર 14 જૂન 2024ના 536.25 રૂપિયા પર બંધ થયા છે. તેવામાં 5372 શેરની વર્તમાન વેલ્યૂ 28.80 લાખ રૂપિયા હોત.
એક વર્ષમાં 96% ટકાનો થયો વધારો
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં છેલ્લા એક વર્ષમાં આશરે 96 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 15 જૂન 2023ના 273.85 રૂપિયા પર હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેર 14 જૂન 2024ના 536.25 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા છ મહિનામાં સરકારી કંપનીના શેરમાં 40 ટકાની તેજી જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે