Heroએ લોન્ચ કરી 200 સીસીની સસ્તી બાઇક, ઓછી કિંમતમાં મળશે ઘણું બધું

આ બાઇકની ગણતરી 200 સીસી સેગ્મેન્ટમાં સૌથી વાજબી બાઇક તરીકે થાય છે 

Heroએ લોન્ચ કરી 200 સીસીની સસ્તી બાઇક, ઓછી કિંમતમાં મળશે ઘણું બધું

નવી દિલ્હી : અગ્રણી વાહન નિર્માતા કંપની હીરો મોટો કોર્પે નવી મોટરસાઇકલ હીરો એક્સટ્રીમ 200 આર (Hero Xtreme 200R)ને લોન્ચ કરી છે. 200 સીસી સેગ્મેન્ટમાં એની ગણતરી સૌથી વાજબી બાઇક તરીકે થાય છે. એક્સટ્રીમ 200 આરને પહેલીવાર ઓટો એક્સપો 2016માં રજૂ કરવામાં આવી હતી પણ કંપનીએ એને બે વર્ષ પછી લોન્ચ કરી છે. એક્સટ્રીમ 200 આરની ડિઝાઇન એક્સટ્રીમ સ્પોર્ટ્સથી બહુ મળે છે. 

આ બાઇકમાં ડિજિટલ એનાલોગ ઇન્ટમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. 199.6 સીસીવાળી નવી બાઇકમાં સિંગલ સિલિન્ડર એરકુલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન દેવામાં આ્વ્યું છે. હીરોની નવી મોટરસાઇકલની નોર્થ-ઇસ્ટના રાજ્યોમાં એક્સ શોરૂમ કિંમત 88 હજાર રૂ. રાખવામાં આવી છે. આ કિંમતને કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરી દીધી છે. 

બાઇકના ફ્રન્ટ અને રિયરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે. આગલા પૈડામાં 276 એમએમની અને પાછલા પૈડામાં 276 એમએમની ડિસ્ક બ્રેક છે. Xtreme 200Rની સ્ટાઇલિંગમાં કંપનીએ એગ્રેસીવ અપ્રોચ દર્શાવ્યો છે. સ્કલ્પટેડ ટેંક અને એઇજી ટેલ સેક્શન આ બાઇકને સ્પોર્ટી લુક આપે છે. બાઇકના એન્જિનનો પાવર 18.3 bhp છે અને એ 17.1 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. બાઇકને નવી ડાયમંડ ફ્રેમ પર બનાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news