અમીર બનવાનો રસ્તો છે એકદમ સરળ, બચતની આ રીત કરશે તમારી મદદ
Trending Photos
ખર્ચની કોઇ સીમા હોતી નથી. પરંતુ એકવાર તમે બચત કરવાનું સીખી જાવ તો જીંદગીની ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. જરૂર નથી કે તમારી સેલેરી વધુ હોય ત્યારે તમે બચત વિશે વિચારો. નાની શરૂઆતથી જ મોટી પૂંજી એકઠી કરી શકાય છે. ઘણીવાર આપણી પાસે પૈસા હોય છે, પરંતુ આપણે નક્કી કરી શકતા નથી કે પૈસા ક્યાં રોકીએ. અમે તમને જણાવી રહ્યા છીએ કે રોકાણની નાની અને સરળ રીત, જેના દ્વારા તમે બચત તો કરશો, અમીર પણ થશો.
આટલી જ બચત અને ભેગા કરી શકશો ઘણા રૂપિયા
જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો છો અને આ રકમ પર તમને 10 ટકા દરે રિટર્ન મળે છે તો 30 વર્ષ બાદ તમારી પાસે 72 લાખ 94 હજાર રૂપિયા થઇ જશે.
આ વસ્તુઓને સમજ્યા બાદ કરો રોકાણ
રોકાણનો વિકલ્પ જરૂરિયાત અનુસાર પસંદ કરો. જેમ કે, માસિક જરૂરિયાતો, તમારી ઉંમર, પગાર, રિક્સ પ્રોફાઇલ અને રોકાણના પ્લાન, સૌથી જરૂરી જેટલા રિટર્નની આશા કરી રહ્યા છો. તે સમજ્યા બાદ નક્કી કરો કે શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મમાં રોકાણ કરવું છે.
બચત માટે અલગ સેવિંગ એકાઉન્ટ
બચતની રકમને સેલરી એકાઉન્ટમાં રાખવાના બદલે બીજા સેવિંગ એકાઉન્ટમાં રાખો. તે પૈસાને અલગ-અલગ જગ્યાએ રોકાણ કરો. પોસ્ટ ઓફિસ અને બેંકોની વિભિન્ન સ્કીમ સૌથી સરળ અને સેફ વિકલ્પ છે. તેની સાથે જ શેર માર્કેટ, મ્યૂચુઅલ ફંડ, પીપીએફ, વિમા અને એલઆઇસી સારું રિટર્ન આપનાર વિકલ્પ છે.
પીપીએફ
તમે પગારદાર હોવ કે બિઝનેસમેન. તમારી બચતના લગભગ 25% લોગ ટર્મમાં રોકાણ કરો. લાંબાગાળાના રોકાણમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ, પ્રોવિડેંટ ફંડ અને લાઇફ ઇંશ્યોરેંસ સારું છે. પીપીએફ અને પીએફ યોજનાઓમાં હાલના સમયમાં 8% વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે.
એલઆઇસી
એલઆઇસીમાં ઘણી સ્કીમ છે. તેમાં બિમારી, અકસ્માત, લોન સુવિધા કવર થવાની સાથે-સાથે પરિપક્વતામાં મોટી રકમ મળી જાય છે. એલઆઇસીમાં 5 થી 7% ટકા રિટર્ન મળે છે. તેનાથી તમે પોતે અને ફેમિલી સુરક્ષિત રહે છે. પરિવાર પર દબાણ પડતું નથી. બાળકોના અભ્યાસ, બિમારી, લગ્ન જેવા કામ વખતે ધનરાશિ મળતી રહે છે.
શેર માર્કેટ
આ સેક્ટર રોકાણ માટે હાઇ રિસ્ક અને હાઇ રિટર્નવાળુ છે. જોકે શેર બજારમાં ઘણી કંપનીઓ એવી છે, જે રોકાણ માટે સુરક્ષિત ગણવામાં આવે છે. જેમ કે બેકિંગ સેક્ટર, પાવર સેક્ટર, આઇટી સેક્ટર, ઓટો સેક્ટર વગેરે. બેકિંગમાં એસબીઆઇ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ વગેરે સારા શેરોમાં ગણાય અછે. પાવર સેક્ટરમાં એનટીપીસી, આઇટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, મેટલમાં હિંડાલકો, ટાટા સ્ટીલ, ટિસ્કો, ઓટો સેક્ટરમાં મારૂતિ, ટેક્સટાઇલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વગેરે સારો વિકલ્પ ગણવામાં આવે છે.
ગોલ્ડમાં રોકાણ
ગોલ્ડ, સિલ્વર વગેરે રોકાણના અનુસાર સારા સાબિત થાય છે, જોકે થોડા સમયમાં તેમાં સારું રિટર્ન મળતું નથી. પરંતુ બજાર વિશેષજ્ઞો લોગ ટર્મના અનુસાર તેને સારો ઓપ્શન ગણે છે. તેમાં પોતાની બચતના 15 થી 25 ટકા જ રોકાણ કરો તો વધુ સારું રહેશે.
મ્યૂચુઅલ ફંડ
આ સિસ્ટમેટિકલ રોકાણ પ્લાન છે. તેમાં રોકાણકારો પૈસા ડાયરેક્ટ ન લગાવીને ફંડ મેનેજરના માધ્યમથી લગાવે છે. તેમાં તમે દર મહિને પોતાની સેવિંગ અનુસાર પૈસા લગાવી શકો છો. દર વર્ષે 12 થી 15% સુધી રિટર્ન મળી જાય છે. તેમાં પણ થોડું રિક્સ છે, કારણ કે આ પણ માર્કેટ પર નિર્ભર હોય છે.
રિકેરિંગ અને ફિક્સ ડિપોઝિટ
આરડી એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે. આરડીમાં પણ સારું રિટર્ન મળે છે. આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પણ સારો વિકલ્પ છે. પરંતુ સારા પૈસા ફિક્સ ડિપોઝિટમાં ન લગાવો. કારણ કે અચાનક જરૂરિયાત પડતાં જો તમે એફડી તોડો છો, તો તમને ઓછું વ્યાજ મળે છે. સાથે જ ક્યારેક-ક્યરેક બેંક પેનલ્ટી પણ લાગે છે.
પ્રોપટીમાં રોકાણ
રિયલ એસ્ટેટ સારો વિકલ્પ છે, પરંતુ તેમાં રોકાણ કરવા માટે પહેલાં વર્તમાન સ્થિતિ જોઇ લેવી જોઇએ. પ્રયત્ન કરો કે ખૂબ મોંઘી પ્રોપર્ટી ન હોય. કારણ કે ક્યારેક-ક્યારેક બજારમાં કડાકાથી વધુ નુકસાનની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમે ઇક્વિટીમાં રૂપિયા લગાવ્યા છે અને 2-3 વર્ષમાં તે સારું રિટર્ન આપે છે, તો તે રૂપિયાને રિયલ એસ્ટેટમાં શિફ્ટ કરી દેવા તે પણ સમજદારીભર્યો નિર્ણય હોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે