Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત

હોમ લોનના વ્યાજદર (Home Loan Interest Rate) માં એક સામાન્ય ફેરફારની અસર તમારા ઈએમઆઈ પર પડે છે. તેવામાં લોન લેતા પહેલા તેના વ્યાજદરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ અત્યારે કઈ પાંચ બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. 

Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત

નવી દિલ્હીઃ ઘર બનાવવા અને ખરીદવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેજી જોવા મળી રહી છે. પ્રોપર્ટી (Property)ની માંગ વધવાને કારણે ઘરોના ભાવ ખુબ વધી રહ્યાં છે. ઘર બનાવવું કે ખરીદવુ એક એવું કામ છે, જેમાં વ્યક્તિ તેની તમામ બચત લગાવી દે છે અને ઘણા લોકોને હોમ લોનની જરૂર હોય છે. હોમ લોન પર સરકાર તરફથી પણ ઘણા ફાયદા આપવામાં આવે છે, જેથી વધુ લોકો લોન લેવા માટે પ્રેરિત થાય. પરંતુ જ્યારે હોમ લોન લેવાની વાત આવે છે તો તેને 1-2 વર્ષ માટે નહીં પરંતુ 20-30 વર્ષ માટે લેવામાં આવે છે. હોમ લોનના વ્યાજદર (Home Loan Interest Rate) માં એક સામાન્ય ઉતાર ચઢાવ પણ તમારા ઈએમઆઈમાં મોટી અસર કરે છે. તેવામાં હોમ લોન લેવા સમયે વ્યાજદરનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ અત્યારે કઈ 5 બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. 

- HDFC બેંક- જો તમે HDFC બેંક પાસેથી હોમ લોન લો છો, તો તમારે - કાર્યકાળના આધારે 8.45% થી 9.85% સુધીનું વ્યાજ ચૂકવવું પડી શકે છે.
- ઇન્ડસઇન્ડ બેંક- આ બેંક તમને 8.5% થી 9.75% સુધીના દરે હોમ લોન ઓફર કરે છે.
- ઈન્ડિયન બેંક- જો તમે ઈન્ડિયન બેંકનો સંપર્ક કરો છો, તો ત્યાંથી તમને 8.5% થી 9.9%ના દરે હોમ લોન મળશે.
- પંજાબ નેશનલ બેંક- હોમ લોન લેનારાઓએ પંજાબ નેશનલ બેંકમાં 8.6% થી 9.45% સુધીનું વ્યાજ ચૂકવવું પડી શકે છે.
- મહારાષ્ટ્ર બેંક- આ બેંક 8.6 ટકાથી 10.3 ટકાના દરે હોમ લોન ઓફર કરે છે.

હોમ લોનની સાથે ઈન્શ્યોરન્સ પોલિસી લેવી જરૂરી?
જો તમે હોમ લોન લો છો તો તે સમયે તમને બે પ્રકારની ઈન્શ્યોરન્સ પોલિસી વિશે માહિતી મળે છે. પ્રથમ પ્રોપર્ટી ઈન્શ્યોરન્સ, તો દરેક સ્થિતિમાં તમારા ઘર અને તેની અંદર રાખેલા સામાનનું નુકસાન થવા પર તેની ભરપાઈ કરે છે. મોટા ભાગની બેન્ક આ પોલિસી લેવા માટે જરૂર કહે છે, જેથી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં તેના પૈસા પ્રોપર્ટીમાં નુકસાન થવાને કારણે ન ડૂબે. તો બીજો છે લાઇબિલિટી કે લાઇફ ઈન્શ્યોરન્સ. તે હેઠળ ઘરની અંદર રહેતા લોકોની સુરક્ષાની ખાતરી કરવાનો પ્રયાસ હોય છે. આ વૈકલ્પિક હોય છે, જેને ઘણા લોકો લેતા નથી. 

હોમ લોનના ટેક્સ બેનિફિટ પણ જાણી લો
ભારતીય સ્ટેટ બેન્કની વેબસાઇટથી મળેલી જાણકારી અનુસાર હોમ લોન પર ચુકવવામાં આવેલા વ્યાજના 2 લાખ રૂપિયા સુધીના ભાગ પર દર વર્ષે ટેક્સ છૂટ મળે છે. તો હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ પર 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સની છૂટ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news