સ્ટાર્ટ-અપ્સને મદદરૂપ થવા એચડીએફસી બેંકે કરી આ જાહેરાત, મળશે વધારાની ક્રેડિટ સુવિધા

આ વેન્ચર કેપિટલ ફર્મ તેની તમામ રોકાણ કરનારી કંપનીઓને તેમની પ્રાથમિક બેંક તરીકે એચડીએફસી બેંકની ભલામણ કરશે. આ પ્રકારના ગઠબંધન મારફતે બેંકને આશા છે કે, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતાને સમર્થન પૂરું પાડી તેની ઇકોસિસ્ટમ નવા ઉન્નત સ્તરે પહોંચી જશે.

સ્ટાર્ટ-અપ્સને મદદરૂપ થવા એચડીએફસી બેંકે કરી આ જાહેરાત, મળશે વધારાની ક્રેડિટ સુવિધા

સ્ટાર્ટ-અપ કમ્યુનિટી સાથે વધુ ઘનિષ્ટતાપૂર્વક સંકળાઈ શકાય તે માટે એચડીએફસી બેંકે આજે પ્રારંભિક તબક્કાની અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ 100X. VC સાથે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ કરવાની જાહેરાત કરી છે. એચડીએફસી બેંક 100X. VC સાથે સંકળાયેલી તમામ ફર્મને સ્માર્ટ-અપ નામથી જાણીતી સ્ટાર્ટ-અપ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી સેવાઓ અને સુવિધાઓનો સંપૂર્ણ સમુહને પૂરો પાડશે. આ ઉપરાંત, તે વધારાની ક્રેડિટ સુવિધાઓ પણ પૂરી પાડશે તથા આ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાની તકોનું મૂલ્યાંકન પણ કરશે.

આ એમઓયુ થવાથી એચડીએફસી બેંક અને 100X. VC પારસ્પરિક રીતે લાભદાયી હોય તેવા ક્ષેત્રોમાં ભેગા મળીને કામ કરશે. આ વેન્ચર કેપિટલ ફર્મ તેની તમામ રોકાણ કરનારી કંપનીઓને તેમની પ્રાથમિક બેંક તરીકે એચડીએફસી બેંકની ભલામણ કરશે. આ પ્રકારના ગઠબંધન મારફતે બેંકને આશા છે કે, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતાને સમર્થન પૂરું પાડી તેની ઇકોસિસ્ટમ નવા ઉન્નત સ્તરે પહોંચી જશે.

એચડીએફસી બેંક અને 100X. VC સ્ટાર્ટ-અપ્સ માટે સંયુક્ત કાર્યક્રમોનું આયોજન પણ કરશે, જેમ કે, માસ્ટર ક્લાસ. વધુમાં, એચડીએફસી બેંક રોકાણ અને લૉન પૂરી પાડવા માટે 100X. VC દ્વારા સંદર્ભિત કરવામાં આવેલા સ્ટાર્ટ-અપ્સનું મૂલ્યાંકન પણ કરશે.

100X. VCના સ્થાપક અને ભાગીદાર સંજય મહેતા, 100X. VCના ભાગીદાર નિનાદ કાર્પે અને એચડીએફસી બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એચડીએફસી બેંક મહારાષ્ટ્રના બ્રાન્ચ બેંકિંગ હેડ અભિષેક દેશમુખ તથા 100X. VCના સ્થાપક અને સીએફઓ યજ્ઞેશ સંઘરાજકા દ્વારા આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા.

એચડીએફસી બેંક મહારાષ્ટ્રના બ્રાન્ચ બેંકિંગ હેડ અભિષેક દેશમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ભારત એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસી રહેલી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ છે. ફક્ત વર્ષ 2022ના પહેલા છ મહિનામાં જ 15 સ્ટાર્ટ-અપ્સ યુનિકૉર્ન તરીકે ઉભરી આવી છે. છેલ્લાં એક દાયકામાં અમે વેન્ચર કેપિટલના સ્વરૂપમાં વધુ સ્થાયી બિઝનેસ મોડલની સાથે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો પુનર્જન્મ થતાં જોયો છે. 

100X. VCએ આજથી ત્રણ વર્ષ પહેલાં તેના લૉન્ચ પછીથી પ્રારંભિક તબક્કાની ઇકોઇસ્સ્ટમમાં પરિવર્તનકારી કામ કર્યું છે અને અમને આશા છે કે એચડીએફસી બેંક દ્વારા ઓળખી કાઢવામાં આવેલા સ્ટાર્ટ-અપ્સનું માર્ગદર્શન કરવામાં તેમની કુશળતાનો લાભ પણ અમને મળશે. અમને આશા છે કે અમે ભેગા મળીને ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવાના અમારા હેતુઓને સતત આગળ વધારતા રહીશું.’

એચડીએસી બેંક સાથે સહયોગ સાધવા અંગે ટિપ્પણી કરતાં 100X. VCના સ્થાપક અને સીએફઓ યજ્ઞેશ સંઘરાજકાએ જણાવ્યું હતું કે, ‘અમે એચડીએફસી બેંકની ‘સ્માર્ટઅપ’ પહેલને અનુરૂપ બેંક સાથે હાથ મિલાવીને ખુબ જ ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ હેઠળ અમે ભેગા મળીને 100X. VCની પ્રથમ ચેક સીડ કેપિટલ અને એચડીએફસી બેંકની બેંકિંગ સેવાઓ મારફતે સ્ટાર્ટ-અપના ઉભરી રહેલા આઇડીયાનું સંવર્ધન કરીશું અને તેને વિકસાવીશું તથા ધીરાણ સુધીની પહોંચને સુગમ બનાવીશું. 100X. VC અને એચડીએફસી બેંક મહાન આઇડીયાને વિકસાવવા માટે સંપૂર્ણપણે સંકળાયેલ છે. આ પ્રોગ્રામ હેઠળ પૂરું પાડવામાં આવેલ માર્ગદર્શન અને સંસાધનો એ બાબતની ખાતરી કરશે કે ભવિષ્યના ઉદ્યોગસાહસિકોને નવીનીકરણ કરવાની અને સમૃદ્ધ થવાની સ્વતંત્રતા પૂરી પાડવામાં આવે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news